બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (12:00 IST)

T20 ઈંટરનેશનલનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો, 10 રન પર આઉટ થઈ ટીમ, 2 બોલમાં જ મેચ થઈ પુરી

t20 history against spain
ક્રિકેટની રમતમાં દરરોજ મોટા-મોટા રેકોર્ડ બનતા હોય છે.  ખેલાડીઓ દરરોજ નવા રેકોર્ડ બનાવે છે અને તોડે છે. પરંતુ ઘણી વખત એવા ઘણા રેકોર્ડ ખેલાડીઓ અને ટીમોના નામે નોંધાય છે, જે કોઈ ટીમ કે ખેલાડી ઈચ્છતા નથી. આવું જ કંઈક રવિવારે એક ઈન્ટરનેશનલ મેચમાં જોવા મળ્યું. જ્યાં એક ટીમ માત્ર 10 રનમાં આઉટ થઈ ગઈ અને બીજી ટીમ માત્ર 2 બોલમાં મેચ જીતી ગઈ.
 
માત્ર 10 રનમાં આઉટ થઈ ગઈ ટીમ
26 ફેબ્રુઆરીએ આઈલ ઓફ મેન અને સ્પેનની ટીમ વચ્ચે T20 મેચ રમાઈ હતી. ટી20 ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ આ મેચમાં નોંધાયો હતો. હકીકતમાં આ મેચમાં આઈલ ઓફ મેનની ટીમ માત્ર 10 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્પેનિશ ટીમે તેને માત્ર 8.4 ઓવરમાં જ પેવેલિયન પરત મોકલી દીધો હતો. આ ટીમ માટે જોસેફ બુરોઝે સૌથી વધુ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ 7 બોલમાં 4 રન બનાવ્યા. 

 
સ્પેનની કમાલ 
બીજી બાજુ સ્પેન તરફથી સૌથી સફળ બોલર અતીફ મેહમૂદ રહ્યા. જેમણે 6 રન 4 વિકેટ પોતાના સ્પૈલમાં લીધા. માત્ર 11 રનનો પીછો કરવા ઉતરેલી સ્પેનની ટીમે વધુ સમય બરબાદ ન કરતા પહેલી ઓવરની પહેલી બે બોલ પર છક્કા લગાવીને મેચને ખતમ કરી દીધી.  આ મુકાબલો શરૂથી જ સ્પેનના હાથમાં રહ્યો અને તેમણે તેને જીતવામાં વધુ સમય બરબાદ ન કર્યો. 
 
બિગ બૈશ ટીમ થઈ હતી 15 રન પર આઉટ 
 આ પહેલા કોઈપણ ટી20 મુકબલામાં સૌથી ઓછા સ્કોર પર આઉટ થવાનો રેકોર્ડ બિગ બૈશ ટીમ સિડની થંડરના નામ પર હતો. આ ટીમ તાજેતરમાં જ 15 રન પર આઉટ થઈ ગઈ હતી.