શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2023 (08:35 IST)

T20WorldCup - 13 વર્લ્ડ કપ, 1 ગોલ્ડ મેડલ, ઓસ્ટ્રેલિયાનો ભયંકર રેકોર્ડ; મેગ લેનિંગે પોન્ટિંગ અને ધોનીને પણ પાછળ છોડ્યા

team austreliya
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે રવિવારે T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવીને છઠ્ઠા T20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું. તે જ સમયે, ટી-20 વર્લ્ડ કપમાં આ ઓસ્ટ્રેલિયન ટીમની બીજી હેટ્રિક પણ હતી. આટલું જ નહીં, જો આપણે ODI અને T20 બંનેની એકસાથે વાત કરીએ તો કાંગારુ ટીમે તેનો 13મો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો છે. જો કેપ્ટન મેગ લેનિંગની વાત કરીએ તો તેણે પણ ઈતિહાસ રચ્યો છે. તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં તેણે મેન્સ ઓસ્ટ્રેલિયન ટીમના સૌથી સફળ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ભારતના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. 

 
ઉલ્લેખનીય છે કે મેગ લેનિંગનો એક ખેલાડી તરીકે આ 7મો વર્લ્ડ કપ છે. સાથે જ  તેમની કપ્તાનીમાં, ટીમે 2022 માં કોમનવેલ્થ ગેમ્સ 2022 માં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં, તે હવે કેપ્ટન તરીકે સૌથી વધુ ICC ટ્રોફી જીતનારી કેપ્ટન પણ બની ગઈ છે. આ વાત માત્ર મહિલા ક્રિકેટની નથી, મેગ લેનિંગ હવે વિશ્વભરમાં સૌથી વધુ ICC ટ્રોફી જીતનારી કેપ્ટન બની ગયા છે. તેમની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પાંચમી વખત આ સિદ્ધિ હાંસલ કરી છે. સાથે જ તેમણે રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે, જેમણે પોતાની કેપ્ટનશિપ હેઠળ 4 વખત મેન્સ ઓસ્ટ્રેલિયન ટીમ માટે ICC ટાઇટલ જીત્યું હતું.
 
કેપ્ટન તરીકે સૌથી વધુ ICC ટ્રોફી
મેગ લેનિંગ - 5
રિકી પોન્ટિંગ - 4
એમએસ ધોની - 3
2012 T20 વર્લ્ડ કપ જીત્યો
2013 ODI વર્લ્ડ કપ જીત્યો
2014 T20 વર્લ્ડ કપ જીત્યો
2018 T20 વર્લ્ડ કપ જીત્યો
2020 T20 વર્લ્ડ કપ જીત્યો
2022 ODI વર્લ્ડ કપ જીત્યો
2023 T20 વર્લ્ડ કપ જીત્યો
 
કાંગારૂ ટીમના નામે 13મો વર્લ્ડ કપ
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત T20 ચેમ્પિયન બની છે. આ સાથે જ આ ટીમ સાત વખત ODI વર્લ્ડ કપ પણ જીતી ચુકી છે. એટલે કે કાંગારૂ મહિલા ટીમ કુલ 13 વખત ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, એક વખત આ ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકી છે. ગયા વર્ષે આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 1978, 1982, 1988, 1997, 2005, 2013 અને 2022માં ODI વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં ટીમ T20 ચેમ્પિયન બની હતી. આ ટીમનો એટલો જબરદસ્ત રેકોર્ડ બન્યો છે કે લાગે છે કે ભાગ્યે જ કોઈ ટીમ તેને તોડી શકશે.