ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (15:00 IST)

નયન મોંગિયાનું બરોડા ક્રિકેટ એસોસિયેશનના મેન્ટર પદેથી રાજીનામું

ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટ કીપર નયન મોંગિયાએ બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશોના વહીવટથી કંટાળીને ક્રિકેટર નયન મોંગિયાએ બી.સી.એ.ના જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપ્યું છે. નયન મોંગિયા બી.સી.એ.ના જુનિયર વિભાગના મેન્ટર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી જોડાયા હતા. બી.સી.એ.ના વહીવટ અને કાવાદાવાથી કંટાળીને નયન મોંગિયાએ બી.સી.એ.ના સેક્રેટરીને ઇ-મેલ દ્વારા રાજીનામું મોકલી આપ્યું છે. રાજીનામું સ્વીકારવું કે નહિં તે અંગેનો નિર્ણય બી.સી.એ.ની મેનેજિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. નયન મોંગિયાએ આપેલા ચાર પાનાંના રાજીનામાના પત્રમાં 64 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા છે.