મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (10:21 IST)

આજે પ્રેસ પ્રેસ કૉન્ફરેંસ કરશે વિરાટ કોહલી, રોહિત શર્મા સાથે ઝગડા પર આપશે જવાબ

કપ્તાન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈંડિયા સોમવારે એટલે કે આજે વેસ્ટઈંડિઝ પ્રવાસ માટે મુંબઈ રવાના થશે. વિંડીજ પ્રવાસ પર ભારતીય ટીમની ટેસ્ટ, વનડે અને ટી-20ની સીરીઝ રમવાની છે. ટીમના રવાના થતા પહેલા વિરાટ કોહલી પત્રકારો સાથે વાતચીત કરશે. ભારતીય ક્રિકેટ ફેંસની નજર આ વાત પર જામી છે કે શુ કોહલી રોહિત શર્મા સાથે ચાલી રહેલા વિવાદના સમાચાર પર કંઈક જવાબ આપશે. બંને વચ્ચે મતભેદના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યા છે. 
 
બીસીસીઆઈ તરફથી રજુ થયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે ટીમ ઈંડિયા સોમવારે વીંડિઝના પ્રવાસ માટે રવાના થશે. ટીમના કપ્તાન વિરાટ કોહલી રવાના થતા પહેલા મુંબઈમાં સાંજે છ વાગ્યે પત્રકારો સાથે વાત કરશે.  આ પહેલા કહેવામાં આવી રહ્યુ છે હતુ કે કોહલી પ્રેસ પ્રેસ કૉન્ફરેંસ વગર જ ટીમ સાથે વિંડીઝ માટે રવાના થઈ જશે. જેનુ કારણ બતાવાયુ હતુ કે રોહિત શર્મા અને તેમની વચ્ચે ચાલી રહેલ કથિત તનાતનીને કારણે તેઓ મીડિયા સાથે વાત નથી કરવા માંગતા. સામાન્ય રીતે જ્યારે પણ ટીમ કોઈ પ્રવાસ માટે રવાના થય છે તો એ પહેલા કોચ અને કપ્તાન પ્રેસ કૉન્ફ્રેંસમાં પત્રકારો સાથે વાતચીત કરે છે. 
વિરાટ અને રોહિત બંને મીડિયામાં ચાલી રહેલ પરસ્પર મતભેદના સમાચાર પર ચુપ રહ્યા છે. બંને તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન આવ્યુ નથી. થોડા દિવસ પહેલા અંગ્રેજી છાપુ ધ હિન્દુ ની રિપોર્ટમાં બીસીસીઆઈના સીનિયર અધિકારીના હવાલાથી લખવામાં આવ્યુ હતુ કે બોર્ડ એ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને પરસ્પર મતભેદને ખતમ કરી એકજૂટતાનો સંદેશ આપવા કહ્યુ હતુ.  રિપોર્ટનુ માનીએ તો સીઓએએ ખેલાડીઓ સાથે વાત કરી હતી અને ટીમમાં બધુ યોગ્ય ચાલી રહ્યુ છે જેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર લખવા કહ્યુ હતુ. 
 
શુક્રવારે સીઓએ પ્રમુખ વિનોદ રાયે આ પ્રકારના સમાચાર માટે મીડિયાને જવાબરા ઠેરવી હતી. રાયે કહ્યુ હતુ કે આ પ્રકારની બધી અફવાઓ મીડિયાન અલોકોએ તૈયાર કરી છે. થોડા દિવસ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટીમ ઈંડિયા બે ગ્રુપમાં વહેંચાઈને રમી.  પહેલુ ગ્રુપ વિરાટ કોહલીનુ હતુ અને બીજી ગ્રુપ રોહિત શર્માનુ. આજે જોવાનુ રસપ્રદ રહેશે કે વિરાટ કોહલી રોહિત શર્મા સાથે ચાલી રહેલ વિવાદના સમાચાર પર શુ જવાબ આપે છે.