રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (09:52 IST)

ખેડૂત આંદોલન પર વિદેશી હસ્તિયોના ટવીટ પર કપ્તાન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેનો કરારો જવાબ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ચેન્નઈમાં 5 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ટીમ ઈન્ડિયા હાલમાં ચેન્નઈમાં આ ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ખેડૂત આંદોલન અંગે વિદેશી હસ્તીઓએ ટ્વીટ બાદ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ-કપ્તાન અજિંક્ય રહાણેએ લોકોને અપીલ  કરી છે કે તેઓ ટ્વિટર દ્વારા એક થઈને રહે. 
 
વિરાટે એક ટ્વિટમાં લખ્યું, 'આ મતભેદના આ સમયમાં આપણે બધા સાથે રહીએ. ખેડૂત આપણા દેશનો અભિન્ન ભાગ છે. મને વિશ્વાસ છે કે બંને પક્ષોની સંમતિથી આ મુદ્દાનો ઉકેલ આવશે, જે શાંતિ લાવશે અને આપણે સાથે મળીને આગળ વધીશું.


અજિંક્ય રહાણેએ ટ્વીટમાં લખ્યું છે કે, 'એવો કોઈ મુદ્દો નથી કે જે આપણે સાથે મળીને ઉકેલી ન શકીએ. ચાલો સાથે મળીને ઉભા રહીએ અને આપણા આંતરિક મુદ્દાઓનો ઉકેલ લાવીએ'

 
શુ છે સમગ્ર મામલો 
 
છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. નવા કૃષિ બિલ અંગે આ આંદોલન ચાલી રહ્યું છે. 26 જાન્યુઆરીએ, ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી નુ આયોજન કર્યુ હતુ. જે દરમિયાન હિંસા પણ થઈ હતી. દિલ્હીમાં કેટલાક સ્થળોએ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડી હતી. આ સમગ્ર મામલામાં પોપ સ્ટાર રિહાના, સ્વીડિશ ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યુ. 
 
વિરાટ અને રહાણે સિવાય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, પ્રજ્ઞાન ઓઝા, સુરેશ રૈના, અનિલ કુંબલે જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ ટ્વિટર દ્વારા આ મુદ્દે બોલ્યા છે-