રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (15:50 IST)

Watch: બહેનની વિદાયમાં ચોધાર આંસુએ રડ્યો ક્રિકેટર

Wanindu Hasaranga
Wanindu Hasaranga

Wanindu Hasaranga Emotional: શ્રીલંકાના સ્ટાર સ્પિન ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રડતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પોતાની કેપ્ટનશિપમાં લંકા પ્રીમિયર લીગ જીતનાર વાનિન્દુ હસરંગા તેની બહેનના લગ્નમાં ખૂબ જ ભાવુક દેખાયા અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. હસરંગાનો આ વીડિયો ઘણો જ ઈમોશનલ છે.
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર હસરંગા તેની બહેનના લગ્નમાં ખૂબ જ ભાવુક જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હસરંગા ખૂબ જ ભાવુક થઈ જાય છે અને તેની આંખોમાંથી આંસુ આવી જાય છે. આ પછીતે પોતાની બહેનને ગળે લગાવે છે. આ વિડિયો ખૂબ જ ઈમોશનલ છે. આ વીડિયોને ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે.