આમિરને વજન વધારવાની જરૂરિયાત : અકરમ

ભાષા|

ટ્વેંટી-20 વિશ્વ કપમાં પાકિસ્તાનની નવી શોધ મોહમ્મદ આમિર પાસે એક સારા ઝડપી બોલર હોવાના તમામ ગુણ મોજૂદ છે પરંતુ તેમને કઠિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનેલા રહેવા માટે પોતાનું વજન વધારવાની જરૂરિયાત છે.

એમ કહેવું છે પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન અને ઝડપી બોલર વસીમ અકરમનું. તાજેતરમાં સંપન્ન ટી-20 વિશ્વ કપમાં 17 વર્ષીય આમિરે નવા દડાથી શ્રેષ્ઠ બોલીંગ કરી અને અકરમને એ વાતનો ગર્વ છે કે તેણે આ પ્રતિભાની શોધ કરી.

અકરમે કહ્યું કે મેં તેને મુદસ્સર નજર અને આકિબ જાવેદ સાથે બે વર્ષ પહેલા અભ્યાસ શિબિરમાં જોયો હતો. તે પાકિસ્તાન માટે અંડર-19 ટીમમાં રમી ચૂક્યો છે.


આ પણ વાંચો :