કોલંબો ટેસ્ટ - શ્રીલંકા મજબૂત સ્થિતિમાં

ભાષા|

ભારત વિરુધ્ધ ટેસ્ટ શ્રેણીની બીજી મેચના પહેલા દિવસે સોમવારે શ્રીલંકાએ સારી શરૂઆત કરી છે.

મેજબાન ટીમે એક વિકેટ ગુમાવીને 292 રન બનાવી લીધા છે. પ્રથમ વિકેટના રૂપમાં દિલશાન 54 રન બનાવી આઉટ થયા અને પારાનાવિતાના 100 રન બનાવીને આઉટ થયા. આ પહેલા સ્થાનીય સિંઘલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ઓપનિંગ બેટ્સમેન થરંગા પારાનાવિતાના અને તિલકરત્ને દિલશાને સારી શરૂઆત કરી. સમાચાર લખાતા સુધીમાં સંગકારા 119 અને જયવર્ધન 8 રન બનાવીને રમી રહ્યા હતા. ત્રણ મેચોની શ્રેણીમાં મેજબાન ટીમે પહેલા જ 1-0થી બઢત બનાવી છે.
બીજી બાજુ આ મેચની શરૂઆત કરી તે પહેલા જ ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા. ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર અને મધ્યમ ક્રમના બેટ્સમેન યુવરાજ સિંહના ઘાયલ થવાને કારણે અંતિમ અગિયારમાંથી બહાર રહેવુ પડ્યુ. આ બન્નેના સ્થાન પર ટીમમાં મુરલી વિજય અને સુરેશ રૈનાનો સમાવેશ કરવામાં આવ્યો. રૈનાની આ પ્રથમ ટેસ્ટ મેચ છે. જો આ ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 0-2 અથવા 0-3થી હારી તો તેનો સર્વોચ્ચ ક્રમાંકનો ટેસ્ટ ટીમનો તાજ છિનવાઈ જશે.


આ પણ વાંચો :