ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: કરાચી , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (20:48 IST)

ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે

કરાચી. ન્યૂઝીલેન્ડના અધિકારીઓએ સત્તાવાર જાહેરાત કરી હતી કે, સપ્ટેમ્બરમાં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ત્રણ વન-ડે મેચો માટે તેમની ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે.

પાકિસ્તાન બોર્ડના અધિકારીએ જણાવ્યુ હતુ કે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ન્યૂઝીલેન્ડ પોતાની સુરક્ષા એજન્સીના અધિકારીઓની ખાસ ટુકડી પાકિસ્તાન મોકલશે અને ખેલાડીઓની સુરક્ષા વિષેની માહિતી મેળવશે.

પાક. ક્રિકેટ બોર્ડના અધિકારી શફકત નગમીએ જણાવ્યુ હતુ કે, બોર્ડે આ વખતે ન્યૂઝીલેન્ડ તથા વેસ્ટઈન્ડીઝને આમંત્રીત કર્યુ છે. જોકે, વેસ્ટઈન્ડીઝે પાકિસ્તાનમાં આવવાનો ઈનકાર કર્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડે વન-ડે સિરીઝ રમવાની સ્વીકૃતી આપી દીધી હતી.