બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By વેબ દુનિયા|

ભારતને ભારે પડ્યો ક્રેજા

નાગપુર ખાતે રમાઈ રહેલી ચોટી અને અંતિમ ટેસ્ટમેચના બીજા દિવસે આજે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં 441 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ રમતા ક્રેજાએ આઠ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી સૌરવ ગાંગૂલી 85 અને ધોની 56 રન કરી આઉટ થઈ ગયા હતાં.

ભારતીય ટીમે છટ્ટી વિકેટ 422 રને ગુમાવી હતી. 19 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. ભારતના 441 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ હેડનના રૂપમાં ઓસ્ટ્રેલિયાએ 32 રને ગુમાવી હતી. બાદમાં પોટિંગ 24 રન કરી પેવેલિયન પાછા ફર્યા હતાં.

બે વિકેટ 76 રને પડી ગયા બાદ સાયમંડ કૈટિચ અને માઈક હસ્સીએ કોઈપણ ખચકાટ અનુભવ્યા વગર આક્રમક બેંટીંગ જારી રાખી હતી. રમત બંધ રહી ત્યારે કૈટીચે 92 અને હસ્સીએ 45 રન કરી રન આઉટ થયા હતો. ભારત પ્રવાસમાં હેડન માત્ર એક અડધી સદી પાંચ ઈનિંગ્સમાં કરી શક્યા છે. જ્યારે કટીચનો સતત સારો દેખાવ રહ્યો છે.

મેચનો સ્કોર જાણવા અહીં ક્લિક કરો.