મેકગ્રાની ક્રિકેટને અલવિદા

બ્રિજટાઉન-બારબાડોસ| વાર્તા|
બ્રિજટાઉન-બારબાડોસ, ૨૦૦૭ના વિશ્વકપમાં વિશ્વ વિક્રમ કરીને પોતાના દેશને વિશ્વકપમાં હેટ્રીક અપાવીને ઓસ્‍ટ્રેલિયાનાં ફાસ્‍ટ બોલર ગ્લેન મેકગ્રાએ ક્રિકેટ જગતને અલવિદા કરી.

વર્તમાન વિશ્વકપ ઘણા મહાન ખેલાડીઓ માટે કબ્રસ્‍તાન બન્યું છે. જ્યારે મેકગ્રાનું નામ આ વિશ્વકપ સાથે સુવર્ણ અક્ષરે જોડાઇ ગયું છે.

આ વિશ્વકપમાં મેકગ્રાએ સૌથી વધારે ૨૬ વિકેટ મેળવીને એક વિશ્વ કપમાં સૌથી વધારે વિકેટ મેળવવાનો વિશ્વ રેકર્ડ બનાવ્યો. સાથે-સાથે ચાર વિશ્વકપમાં ૭૦ વિકેટ મેળવીને નવો કિર્તીમાન બનાવ્યો છે. જેમને તોડવો મુશ્કેલ છે.
મેકગ્રાએ જેવી રીતે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટને અલવિદા કરી છે તેવી રીતે દરેક ખેલાડી પોતાની વિદાઇ મેળવવા ઇચ્છા રાખે છે. પરંતુ મેકગ્રા જેવી વિદાઇ મેકગ્રાજ મેળવી શકે અન્ય કોઇ નહીં.

મેકગ્રાએ પોતાની સફળતાનો શ્રેય પોતાની કઠોર મહેનતને આપે છે. આ શ્રેણી (વિશ્વકપ) પહેલા મેકગ્રાએ ઘણી મહેનત કરી હતી તેમ તેણે જણાવ્યું હતું.
મેકગ્રાની નિવૃત્તિ બાદ તેની બોલીંગનું જાદુ સમગ્ર વિશ્વ ક્યારે પણ જોઇ નહીં શકે. ઓસ્‍ટ્રેલિયાના આ બોલરને મહાન ખેલાડીના સ્‍વરૂપમાં વિશ્વ હંમેશા યાદ રાખશે.


આ પણ વાંચો :