બર્થડે સ્પેશલ- મેદાનમાં વિપક્ષીઓને ફટકાર આપનાર યુજવેંદ્ર ચહલ વિશે બધું

Last Updated: બુધવાર, 24 જુલાઈ 2019 (13:51 IST)
ટીમ ઈંડિયાના યુવા ખેલાડી અને ફિરકી ડિપાર્ટમેંટની જાન યુજવેંદ્ર ચહલનો આજે જનમદિવસ છે. આવો એક નજત નાખીએ તેમના સફર અને પ્રોફાઈલ પર...

યુજવેંદ્ર ચહલ હરિયાણાના જીંદ જિલ્લાના રહેવાસી છે. 23 જુલાઈને જન્મેલા યુજવેંદ્ર IPL માં રૉયલ ચેલેંજર્સ બેંગલોર માટે રમે છે.

યુજવેંદ્ર ચહલ શતરંજના સારા ખેલાડી હતા પણ હવે ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યા છે. ચહલએ આશરે 10 વર્ષની ઉમ્રમાં રાષ્ટ્રીય સ્તર પર રમવું શરૂ કરી દીધું હતું. તેમજ 13 વર્ષની ઉમ્રમાં તેને ગ્રીસમાં આયોજિત જૂનિયર વર્લ્ડ ચેસ ચેંપિયનશિપમાં દેશનો પ્રતિનિધિત્વ કર્યું.

ત્યારબાદ મન બદ્લી ગયુ અને તેને ક્રિકેટને જ તેમની દુનિયા બનાવવામી ઠાની લીધી. શરૂઆત અંડર-14 ટીમમાં રમીને કરી. ત્યારબાદ અંડર 15, 16, 17, 18, 19, 20, 23 અને 25માં તેમની પ્રતિભા જોવાઈ.

યુજવેંદ્ર ચહલ એક માત્ર એવા ભારતીય ખેલાડી છે જેને ક્રિકેટ અને શતરંજ બન્ને જ રમતમાં ભારતીય ટીમનો પ્રતિનિધિત્વ કર્યું.

યુજવેંદ્ર ચહલ ટીવીના નામથી પોતાનો એક સોશિયલ મીડિયા ચેનલ ચલાવે છે. જ્યાં તે ખૂબ મજાકિયા અંદાજમાં સાથે ખેલાડીઓથી હંસી મજાક કરતા તેમનો ઈંટરવ્યૂહ લેતા જોવાય છે.

ક્રિકેટ અને શતરંજ સિવાય ચહલ ફુટબૉલના પણ મોટા ફેન છે. રિયલ મેડ્રિડ તેમની પસંદની ટીમ છે.


આ પણ વાંચો :