ચિતા પર નકલી લાશ, 50 લાખની લાલચમાં 2 વેપારી, દિલ્હી, હાપુડથી પ્રયાગરાજ સુધીનો હતો ફુલપ્રુફ પ્લાન
હાપુડના વ્રજઘાટ પર એક કફનમાં લપેટાયેલ ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે પહોચે છે. પણ કપડુ હટે છે અને કર્જ, દગો અને વીમા ક્લેમની લાલચની સ્ટોરી સામે આવે છે. દિલ્હીમાં બે કપડા વેપારીઓ દ્વારા રચવામાં આવેલી આ સ્ટોરી 50 લાખ રૂપિયાની વીમાની રકમ હડપવા માટે હતી. આ 50 લાખ રૂપિયા અને વેપારીઓ વચ્ચે ફક્ત એક અંતિમ પડાવ હાપુડ હતો. પણ અહી જ એ વેપારીઓથી ભૂલ થઈ ગઈ અને તેમનો ફુલપ્રુફ પ્લાન ફેલ થઈ ગયો. આવો જાણીએ કે હાપુડ અને દિલ્હી સાથે કેટલા શહેરો સાથે આ કાંડનુ કનેક્શન છે.
આ મામલે દિલ્હીના કપડા વેપારી કમલ સોમાની અને આશીષ ખુરાનાની ધરપકડ કરવામા આવી છે. આરોપી કમલે બતાવ્યુ કે દિલ્હીના કરોલ બાગમાં તેની કપડાની દુકાન છે અને તેના પર 50-55 લાખ રૂપિયાનુ કર્જ છે. સાથે જ દુકાન સતત ખોટમાં ચાલી રહી હતી અને વ્યાજ સતત વધતુ જઈ રહ્યુ હતુ. તેની દુકાન પર અંશુલ કુમાર છેલ્લા અનેક વર્ષોથી સેલ્સમેનનુ કામ કરતો હતો. લગભગ એક વર્ષ પહેલા તેને અંશુલ પાસેથી કેટલાક જરૂરી કામને બહાને તેનુ આધાર કાર્ડ પૈન કાર્ડ, ફોટો અને સાઈન લઈ લીધા. આ દસ્તાવેજોના આધારે તેને ટાટા એઆઈએ લાઈફ ઈશ્યોરેંસ કંપનીમાં અંશુલ કુમારના નામે 50 લાખ રૂપિયાની જીવન વીમા પોલીસી પણ લઈ લીધી. બધા પ્રીમિયમ એ પોતે જ ભરતો રહ્યો જેથી પોલિસી એક્ટિવ રહે.
કમલ સોમાનીએ જણાવ્યુ કે 21 નવેમ્બર અને 22 નવેમ્બરના રોજ તેણે પોતાના મિત્રોને બતાવ્યુ કે અંશુલની તબિયત ખરાબ છે અને તેને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 26 નવેમ્બરની રાત્રે તેને અફવા ફેલાવી દીધી કે અંસારી હોસ્પિટલમાં અંશુલને મૃત ઘોષિત કરી દીધો છે. હોસ્પિટલ સ્ટાફે સીલબંધ શબપેટી કમલ અને આશિષને સોંપી દીધી.
હાપુડ
ત્યારબાદ આરોપી પ્લાસ્ટિકના પતળાને શબ બનાવીને હાપુડના વ્રજઘાટ પર પહોચ્યા. જ્યારે ઘાટના કર્મચારીઓએ કફન ખોલ્યુ તો તેની અંદર પુતળુ નીકળ્યુ આ જોઈને બંને વેપારી ભાગવા લાગ્યા. જો કે બંનેને આજુબાજુ ઉભેલા લોકોએ દોડીને પકડ્યા અને પછી પોલીસને સૂચના આપી. જ્યારબાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી.
બંને આરોપીઓએ પોલીસને બતાવ્યુ કે તેમણે નોકરના નામ પર 50 લાખનો વીમો કરાવ્યો હતો. હવે પુતળાના અંતિમ સંસ્કાર કરીને તેમણે અહીથી સ્મશાન ઘાટની પાવતી મળી જતી. આ આધાર પર તેઓ મૃત્યુ પ્રમાણ પત્ર બનાવતા અને ક્લેમ કરીને 50 લાખ રૂપિયા મેળવી લેતા.
પ્રયાગરાજ
આ મામલામાં આ લોકો જે અંશુલ કુમારને મરેલો બતાવીને ડેથ સર્ટિફિકેટ બનાવવામાં લાગ્યા હતા તે બિલકુલ ઠીક છે અને પ્રયાગરાજમાં પોતાના ઘરે છે. આ મામલે જ્યારે પોલેસે અંશુલનો સંપર્ક કર્યો તો તેણે જણાવ્યુ કે તેને વીમાની માહિતી નહોતી.