બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (18:49 IST)

સુરતમાં ચોકલેટની લાલચમાં 5 વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બની

rape with minor
સુરત શહેરમાં બે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં એક ગોડાદરામાં માત્ર 9 વર્ષની બાળકી ઉપર સવા મહિના દરમિયાન બે તરુણે બેવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે તેમજ વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ, ત્રિલોક સોસાયટી નજીક 5 વર્ષની રડતી બાળકી પર જાગ્રત નાગરિકની નજર પડતાં પોલીસને જાણ કરી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકીને હોસ્પિટલે ખસેડી હતી. જ્યાં બાળકી પર દુષ્કર્મ આચયું હોવાનું સામે આવતાં પોલીસે તપાસનો ધમધમાટ કર્યો હતો. જોકે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર 29 વર્ષીય નરાધમ અને 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર બે તરુણની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મંગળવારે સવારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. પતિથી અલગ રહી માતા 19 અને 9 વર્ષની પુત્રીનું ભરણપોષણ કરી રહી છે. બાળકી સાથે રમતી અને નજીકમાં જ રહેતી તેની વયની બાળા ઘરે આવી હતી, આ બાળકીએ પોતાનો ભાઈ આ નવ વર્ષીય બાળકીને તેનો ભાઈ બોલાવતો હોવાનું જણાવ્યું હતું. બહેનપણીનો ભાઈ બોલાવતો હોવાનું સાંભળતાં જ 9 વર્ષની બાળકી ધ્રૂજી ઊઠી હતી, જે તેની માતા જોઈ ગઈ હતી. બાદમાં બાળકીએ સાથે જવાની ના કહી દીધી હતી.

થોડાક સમય બાદ આ બહેનપણી પરત આવી હતી અને ભાઈ બોલાવતો હોવાનું જણાવતાં માતાને શંકા ગઈ હતી.16થી 17 વર્ષની વયનો પાડોશી યુવાન કેમ બોલાવે છે એ પ્રશ્નના જવાબમાં પુત્રીએ જે કહ્યું હતું એ સાંભળી માતા ધ્રૂજી ઊઠી હતી. નવ વર્ષીય બાળકીએ જણાવ્યું હતું કે ગત 1 જાન્યુઆરીએ તે તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી ત્યારે તેનો મોટો ભાઈ અને તેનો મિત્ર બેઠા હતા. બંનેએ બહેનપણીને બહાર મોકલી દઈ તેને અંદરના રૂમમાં લઈ ગયા હતા અને તેની સાથે બંનેએ છરીની અણીએ ધાકધમકી આપી, મોઢું દબાવી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

તેના પાંચ દિવસ બાદ ફરી બંનેએ તેને હવસનો શિકાર બનાવી હતી.ત્રણ દિવસ પહેલાં પણ બહેનપણીના ભાઈએ છરીની અણીએ રેપ કર્યો હતો. ફરી બળાત્કાર કરવા જ તરુણે તેને બોલાવવા બહેનને મોકલી હોવાનું જણાવતાં તે ઉતાવળે પહેલા હોસ્પિટલ અને બાદમાં ગોડાદરા પોલીસ મથકે દોડી ગઈ હતી. પોલીસે સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.