સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:46 IST)

પુત્રવધુ-સસરાના આડા સંબંધ વચ્ચે ખૂની ખેલ

Dakor crime news- ડાકોરમાં રુવાડા ઉભા કરી દે ખૂબ જ શરમજનક ધટના બની.   પુત્રવધુ અને સસરા વચ્ચે આડા સંબંધ હતા પુત્રવધુએ સસરાની હત્યા કરી નાખી છે.  
 
પુત્રવધુએ સસરાની કરપીણ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અને સસરા પુત્રવધુને અવેજમાં રૂપિયા આપતા હતા. જોકે ફેસબુકના માધ્યમથી પુત્રવધુ અન્ય એક યુવકના સંપર્કમા આવતા યુવકે વિદેશ જવાની લાલચ આપી હતી.

વિદેશ જવા માટે બે લાખ રૂપિયાની જરૂર હોય પુત્રવધુએ સસરા પાસે બે લાખ રૂપિયા માંગ્યા હતા. અને સસરાએ રૂપિયા આપવાની ના પાડતા પુત્રવધુએ સસરાની કરપીણ હત્યા કરી હતી. ડાકોરમા થોડા દિવસ અગાઉ એક વૃદ્ધનો પોતાના જ મકાનમા નગ્ન હાલતમા સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. અને પોલીસે તપાસ હાથ ધરી હતી.