ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2023 (18:40 IST)

અમદાવાદમાં લિવ ઈનમાં રહ્યા બાદ લવ મેરેજ કર્યાં, બાદમાં પત્નીને પતિના આડા સંબંધની જાણ થઈ

- સાસુને પતિના આડા સંબંધની વાત કરતાં સાસુએ પણ પતિનો પક્ષ લીધો
- પતિએ લગ્ન બાદ પત્ની પાસે એક તોલા સોનું અને રોકડ દહેજમાં માંગી
 
અમદાવાદઃ સમાજમાં આજના આધુનિક યુગમાં પણ દહેજનું દૂષણ દૂર થયું નથી. અમદાવાદમાં દહેજને લઈને પરીણિતાનો સંસાર તૂટવાને આરે આવીને ઉભો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે શહેરમાં એક જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પરીણિતા લીવ ઈનમાં રહી હતી અને ત્યાર બાદ તેમણે લવ મેરેજ કર્યાં હતાં. લગ્ન બાદ તેના પતિ અને સાસરિયાઓએ એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી અને ત્યાર બાદ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપીને દહેજની માંગ કરી હતી. પરીણિતાએ આ અંગે અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. 
 
કરિયાવર અને દહેજને લઈને મહેણા ટોણા માર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતી યુવતી ઈલેશ પટેલ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવી હતી. બંને જણા એક જ વિસ્તારમાં રહેતાં હતાં. તેઓ બંને જણા લીવ ઈન રિલેશનશીપમાં બે વર્ષ સુધી રહ્યાં હતાં અને ત્યાર બાદ બંને જણાએ લવ મેરેજ કર્યાં હતાં. લગ્ન બાદ સાસરિયાઓએ તેને એક વર્ષ સુધી સારી રીતે રાખી હતી અને ત્યાર બાદ ઘરકામને લઈને હેરાનગતિ શરૂ થઈ હતી. તે ઉપરાંત પરિણિતાને કરિયાવર અને દહેજને લઈને મહેણા ટોણા મારવામાં આવતા હતાં. 
 
બેંક એકાઉન્ટમાંથી 25 હજાર રૂપિયા ઉપાડી લીધા 
સાસરિયાઓએ દહેજમાં પરિણીતા પાસે એક તોલા સોનું અને રોકડ રકમ માંગી હતી. પરીણિતાએ તે આપવાની ના પાડતાં ઘરમાં પતિ અને સાસુ તેની સાથે તકરાર કરતાં હતાં. તેના પતિએ તેની જાણ બહાર સોનાની વિંટી વેચી મારી હતી અને બેંક એકાઉન્ટમાંથી 25 હજાર રૂપિયા ઉપાડી લીધા હતાં. આ યુવતી મહેંદી આર્ટનું કામ કરતી હોવાથી તેનો પતિ તેના પર શંકા કરતો હતો. ત્યાર બાદ તેને તેના પતિના આડા સંબંધોની જાણ થઈ હતી. તેના પતિને ઓફિસની ફ્રેન્ડ દિશિતા પિઠડિયા સાથે પ્રેમ હોવાનું પણ જાણવા મળતાં આ અંગે સવાલ કરતાં તેના પતિએ મારઝૂડ કરી હતી. ત્યાર બાદ તેને ઘરમાંથી કાઢી મુકી હતી અને તે તેની નાની દીકરીને લઈને તેના પિતાને ઘરે રહેવા આવી ગઈ હતી. ત્યારબાદ તેણે અમદાવાદમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.