રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. આજ-કાલ
  3. ગુજરાત સ્થાપના દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2023 (16:43 IST)

Sportsmen of Gujarat- ગુજરાતના રમતવીરો

Sportsmen of Gujarat- તાજેતરમાં જ મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે યોજાયેલી ટ્રોમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધા (સિનિયર કેટેગરી)માં માનસી વસાવાએ બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે અંડર-૧૪ ની સમાન સ્પર્ધામાં ફલક વસાવા, યશ્વી પટેલ અને રિધ્ધી વસાવાએ સિલ્વર મેડલ હાંસલ કરી નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત રાજ્ય દ્વારા વ્યાપક ફલક ઉપર સ્પોર્ટ સંકુલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને રમતવીરોની પ્રતિભાને ખિલવવા સારું પ્રદર્શન કરવા ખાસ કોચની નિમણૂક કરીને એક શ્રેષ્ઠ મંચ પ્રદાન કરી રહ્યું છે. રાજ્ય-રાષ્ટ્રના મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ રમત-ગમત મંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યમાં સ્પોર્ટ કલ્ચર અને ફિટનેસ પર વિશેષ ભાર આપી રહ્યાં છે.
 
 
સુરત માટે ગર્વની વાત હાલમાં જ ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરતની ચાર યુવતીઓનું સિલેક્શન કરવામાં આવ્યું છે જે અંગે સાયકલિંગ એસોસિએશન ઓફ સુરતના સેક્રેટરી પરીક્ષિત ઇચ્છાપોરિયાએ કહ્યું કે" સુરતમાં સાઇકલિંગનું કલ્ચર છે અને ઘણા બધા સાયકલિંગ ગ્રુપ પણ છે જેના કારણે મોટી સંખ્યામાં યંગસ્ટર્સ સાયકલિંગ કરે છે. અહીં ખેલાડીઓને સારા પ્રકારનું કોચિંગ પણ મળે છે જેના કારણે  ઘણા ખેલાડીઓ નેશનલ મેડલ મેળવી ચુક્યા છે. આજ કારણે સુરતના ખેલાડીઓ આટલી મોટી સંખ્યામાં પસંદ થાય છે.
 
જે ચાર  ખેલાડીઓનું સિલેક્શન થયું છે તેમાં રિયા પટેલ, મુસ્કાન ગુપ્તા, અંકિતા વસાવા, દિયાંશી સેલર, નીતા પંચકોટિ અને જૂહી કંથારિયા સમાવેશ થાય છે. જો કે ટૂર્નામેન્ટની તારીખ અને સ્થળ હજુ સુધી જાહેર કરાયા નથી.
 
સાઈકલીસ્ટ અંકિતા વસાવા એ કહ્યું કે"હું રોડ સાઇકલિંગની સાથે સાથે ટ્રેક અને માઉન્ટેન સાયકલિંગ પણ કરું છું. સુરતમાં ટ્રેક અને માઉન્ટેન ટ્રેનિંગ માટે સુવિધા ન હોવાથી ગોવા અને ત્રિવેન્દપુરમ જેવા શહેરોમાં જઈને ટ્રેકની પ્રેક્ટિસ અને ગામમાં માઉન્ટેન સાયકલિંગની પ્રેક્ટિસ કરું છું. રોજ 60 કિમી જ્યારે વીકેન્ડમાં 120 કિમી સાયકલિંગ પ્રેક્ટિસ કરું છું. મેં સ્વીમિંગ, ટ્રાયથ્લોન બાદ સાયકલિંગ શરૂ કર્યું હતું.
 
સાઈકલીસ્ટ રિયા પટેલે કહ્યું કે"હું શરૂઆતમાં સ્કેટિંગ કરતી હતી, ત્યારે મને મારા કોચે  ક્રોસ ટ્રેનિંગ માટે  સાયકલિંગ કરવા કહ્યું હતું. ત્યારથી મને સાયકલિંગમાં રસ પડવા લાગ્યો અને મે સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં પહેલીવાર હું 5 મા ક્રમે રહી હતી ત્યારબાદ સ્ટેટ લેવલે પાર્ટિસિપેટ કરતા વિનર રહી હતી અને ત્યાંથી જ સાયકલિંગની શરૂઆત થઈ ગઈ હતી. હવે સ્કેટિંગ છોડી સાયકલિંગ પર જ ફોકસ કરી રહી છું.
 
જુહી કંથારિયા એ કહ્યું કે હું વર્ષ 2018થી સાયકલિંગ કરી રહી છું. મારો ભાઈ ટ્રાયથ્લોન રમતો એટલે એને જ જોઇને સ્વીમિંગ, રનિંગ અને પછી સાયકલિંગ શરૂ કરી હતી. હું ટ્રેક અને માઉન્ટેઇન સાયકલિંગ પર કરું છું. માઉન્ટેઇન્ટ સાયકલિંગ માટે શહેરના બ્રિજો ઉપર પ્રેક્ટિસ કરું છું. નાની મોટી ઇજાઓ પણ થઈ છે પણ ક્યારે સાયકલિંગ છોડવાનો વિચાર આવ્યો ન હતો. રોજ 50થી 60 કિમી સાયકલ ચલાવું છું.
 
નીતા પંચકોટી એ કહ્યુ કે મેં માઉન્ટેન સાયકલિંગથી શરૂઆત કરી હતી. જેના માટે નવા બનતા રસ્તા અને ખેતરમાં સાયકલિંગ કરતી હતી. પછી રોડ સાયકલિંગ કરતી થઈ ગઈ હતી. આ રમત ખૂબ જ મોંઘી છે જેના કારણે ફાયનાન્સિયલ ચેલેન્જીસ પણ આવે, ઇજાઓ પણ થાય પણ મેં ક્યારેય આ રમતથી દૂર જવાનું વિચાર્યું નથી. અત્યારસુધીમાં 5 નેશનલ મેડલ જીતી ચુકી છું. 
 
ગુજરાતની પુરુષ ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટ અંતર્ગત કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
 
ભારત સરકાર કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે ન્યૂ મલ્ટી પર્પસ હોલ, પરેડ ગ્રાઉન્ડ, દેહરાદુન, ઉત્તરાખંડ ખાતે તારીખ 20થી 24 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અખિલ ભારતીય કબડ્ડી ટુર્નામેન્ટ સ્પર્ધા 2022 - 23નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત સચિવાલય ટીમની પુરુષ અને મહિલા ટીમ એમ થઇને બે ટીમોએ ભાગ લીધો હતો. 
 
આ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટમાં ગુજરાતની પુરુષ ટીમે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કબડ્ડીમાં રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જ્યારે ગુજરાતની મહિલા ટીમ પ્રથમ વખત ગ્રૂપ સ્ટેજ સુધી પહોંચી શકી. આમ ગુજરાત સચિવાલયની બંને ટીમના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે. 
ગુજરાત કબડ્ડી ટીમના કેપ્ટન તરીકે હિતેશ ટોરીયાના નેતૃત્વ હેઠળ જયદીપ ચૌધરી, દિલીપ ચૌધરી, કેતન પટેલ, જીગ્નેશ પટેલ, ઘનશ્યામ પટેલ, યોગેશ પરીખ, અરવિંદ ચૌધરી, વિકાસ પટેલ, અંકિત જોશી, નાગજીભાઈ મીર, અજય ચારેલ, નિખિલ રૂડાણી, વિનેશ ચૌધરીએ ભાગ લીધો હતો. ટીમના મેનેજર તરીકે સંજય બરંડા અને શિરિષ સંગાડાએ પ્રતિનિધિત્વ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં કબડ્ડીમાં ગુજરાતે પ્રથમ વખત મેડલ પ્રાપ્ત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. 
 
વિજેતા ટીમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ભાઈઓની સાથે બહેનોએ પણ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ટીમના કેપ્ટન જયા ખાંટના નેતૃત્વમાં દર્શના પટેલ, નૂતન માલવિયા, પારુલ નિનમા, સીમા શાહ, મોંઘી ચૌધરી, ઉર્વિશા ઝાલા, વર્ષા સિસોદિયા, જાગૃતિ પટેલ, તેજલ ચૌહાણ, હર્ષા ઠાકોર, વેજલ પટેલ, શ્રદ્ધા બારડે ભાગ લીધો હતો. તેમજ મેનેજર તરીકે ઉમાબેન કાતરીયાએ ભાગ લીધો અને બહેનોએ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગ્રૂપ સ્ટેજ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.