બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (10:45 IST)

Crime News - 90 રૂપિયા માટે પ્રેમ લગ્નનો કરૂણ અંત

વાપીના લવાછા વિસ્તારમાં પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો. પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચવાનું કારણ પણ ચોકાવનારું છે. ઓનલાઇન શોપિંગ કરવાના મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો આવેશમાં આવી અને પતિએ પત્નીની ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.  હત્યા બાદ આરોપી પતિએ મૃતદેહને ઘરમાં જ રાખી અને બારણું બંધ કરી બંને બાળકોને બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ બંને બાળકોને ખવડાવી જાતે જ બાળકોને સાથે લઈને જ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.
 
ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા લવાછા વિસ્તારની એક ચાલીમાં તુલસી બિંદ તેના બે બાળકો અને પત્ની સાથે રહેતો હતો. એક કંપનીમાં નોકરી કરી અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. 7 વર્ષ પહેલા તુલસી બિંદ અને નીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો તો, બંનેએ પરિવારોની સંમતિ વિના ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓ સુરત મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં છૂટક કામ કરી અને ગુજરાત ચલાવતા હતા. આખરે વાપીના લવાછામાં છેલ્લા કેટલાક સમયથી તે આવ્યા હતા. તુલસી એક કંપનીમાં કામ કરતો હતો. જોકે માથાભારે પત્ની અવાર નવાર નજીવી બાબતે પણ પતિ સાથે ઝગડો કરતી હતી.