રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2024 (11:01 IST)

Crime News - મસ્જિદની અંદર 12 વર્ષની બાળકી સાથે રેપ, તરસ લાગતા પાણી પીવા ગઈ હતી, અકદસ ચંદુની મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્રની રાજઘાની મુંબઈ પાસે આવેલ કલ્યાણ જીલ્લામાં એક સગીર છોકરી સાથે રેપના સમાચાર છે. આ રેપ મસ્જિદની અંદર કરવામાં આવ્યો છે. પીડિતા મસ્જિદની અંદર પાણી પીવા ગઈ હતી. આરોપીનુ નામ અકદસ ચંદુ છે. જેની પોલીસે ધરપકડ કરી લીધી છે.  ફળ વેચનારા અકદસ વર્ષ પહેલા પણ્ણ આ પીડિતા સાથે રેપ કરી ચુક્યો છે. હવે તેણે આ હરકત દોહરાવી છે. 
 
 મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘટના કલ્યાણ પોલીસમથક બાજારપેઠની છે. અહી રહેનારી 12 વર્ષીય એક યુવતી દુકાન પરથી કેક ખરીદવા ગઈ હતી. રસ્તામાં તરસ લાગી તો નિકટની જ એક મસ્જિદમાં પાણી પીવા જતી રહી. મસ્જિદની અંદર જ અકદસ ચંદુએ પીડિતા સાથે રેપ કર્યો. 
 
અકદસે રેપ પહેલા પીડિતાને પાછળથી જકડીને મોઢુ બંધ કરી નાખ્યુ હતુ. પછી તે બળજબરીપૂર્વક મસ્જિદના બાથરૂમમાં ઉઠાવીને લઈ ગયો. અહી તેણે યુવતી સાથે રેપ કર્યો. જ્યારે પીડિતા ચીસો પાડવા લાગી તો અકદસ ચંદુ ત્યાથી ભાગી નીકળ્યો. જેમ તેમ કરીને પીડિતા પોતાના ઘરે પહોંચી અને પરિજનોને બધી વાત બતાવી. 
 
યુવતીના ઘરના લોકોએ બાજારપેઠ પોલીસ મથકમાં અકદસ ચંદુ વિરુદ્ધ FIR નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યુ કે આરોપીએ 1 વર્ષ પહેલા પણ પીડિતા સાથે રેપ કર્યો હતો. પોલીસ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
પોલીસે અકદસ વિરુદ્ધ IPCની વિવિધ ધારાઓ સહિત પોક્સો એક્ટમાં કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી.  બાજારપેઠ વિસ્તારમાં જ રહેન આરા અકદસ ચંદુ ફળ વેચે છે.  આ ઘટના પછી પીડિતા ખૂબ ગભરાય ગઈ હતી. તેનુ મેડિકલ ચેકઅપ અને કાઉસલિંગ કરવામાં આવી રહ્યુ છે.