રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (15:50 IST)

અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ, શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ

rape
અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે અડપલા થયાનો આક્ષેપ થયો છે. ધોરણ-7ની વિદ્યાર્થિની સાથે અડપલા થવાના આરોપ સાથે વાલીઓએ અમદાવાદ જિલ્લાના શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે.શ્રેયસ સ્કૂલમાં અગાઉ ફીનો વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે ફરી શ્રેયસ સ્કૂલ વિવાદમાં આવી છે.

શાળાના જ એક શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સાથે ફરી વિવાદ વકર્યો છે. ધોરણ-7ની વિદ્યાર્થિની સાથે શિક્ષકે સ્કૂલની લોબી અને રુમમાં અડપલા કર્યા હોવાનો આક્ષેપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે.આ સંદર્ભની ફરિયાદ વાલીઓ દ્વારા DEOને કરવામાં આવી હતી.જો કે તે પછી કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો કે તાજેતરમાં DEO દ્વારા શાળાને પત્ર લખવામાં આવ્યો છે અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ શાળામાં જશે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરશે. વાલી, શાળાના આચાર્ય, શિક્ષકની પૂછપરછ કરવામાં આવશે.