શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 2 જાન્યુઆરી 2022 (00:04 IST)

જામનગરમાં ભાઈ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, ઘરેથી ભાગીને ઝેરી દવા ગટગટાવતાં યુવતીનું મોત

જામનગર દરેડ ગામમાં રહેતી યુવતીને લાલપુર તાલુકાના માધવપુર ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. જોકે, આ યુવક તેનો પિતરાઈ ભાઈ છે. પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય એ સમય પર જ આધાર રાખે છે.

આવો પ્રેમ લાલપુર પંથકના બે વિજાતીય પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો હતો. ત્યારે સમાજ આ સબંધને ક્યારેય નહી સ્વીકારે એમ લાગતા બંને ઘર છોડી ભાગી છૂટ્યા હતા. પણ આ સબંધને સંસારનું રૂપ આપવું શક્ય નહી લાગતા આખરે આ પ્રેમી જોડાએ સજોડે વિષપાન કરી ફાની દુનિયા છોડવાનો અંતિમ પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસે પણ એક બીજાને સાથ ન આપ્યો અને યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે યુવાન જીવન-મરણ વચ્ચે હોસ્પિટલમાં જોલા ખાઈ રહ્યો છે.

જામનગર જિલ્લામાં પ્રેમ સબંધની અજીબો ગરીબ ઘટના સામે આવી છે. જેમાં લાલપુર તાલુકાના માધુપુર ગામે રહેતા યુવકને જામનગરના દરેડ ગામે રહેતી તેના જ કુટુંબની પિતરાઈ બેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. સમયાંતરે બંને વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું હતું. કુટુંબમાં રહીને પ્રેમને એકાત્મનું રૂપ આપવું શક્ય ન જણાતા બંને એ ઘરેથી ભાગી છૂટવાનો નિર્ધાર કર્યો હતો. આખરે એક દિવસ એવો આવ્યો કે બંને એકસાથે ઘર છોડી ભાગી છૂટ્યા હતા. આ બાબતની બંનેના પરિવારને જાણ થતા બંનેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

બીજી તરફ ઘરેથી ભાગી છુટ્યા બાદ બંનેએ વિચાર કર્યો કે આ સબંધને સંસારનું રૂપ આપવું શકય નથી, લગ્ન કરવા સંભવ નથી. એવો ખ્યાલ આવતા બંનેએ માધુપુર ગામે એક સાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પિતરાઈએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતા જ યુવાનના પરિવાર જનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બંનેને જામનગર હોસ્પિટલ ખસેડ્યા હતા. જયા યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી, જયારે યુવાનની હાલત ગંભીર જણાતા તેમની સઘન સારવાર શરુ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતા લાલપુર પોલીસે હોસ્પીટલ પહોચી યુવાનના પિતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં ઉપરોકત વિગતો જાહેર થઇ હતી. આ બનાવના પગલે જિલ્લાભરમાં ચકચાર મચી છે.