શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (09:08 IST)

પતિએ હોસ્પિટલમાં દાખલ પત્નીની ગ્લૂકોઝની બોટમાં મિક્સ કરી દીધું સાઇનાઇડ, મર્ડર માટે કંપનીમાં ચોરી કરી હતી ગોળીઓ

ગુજરાતમાં અંકલેશ્વર જિલ્લામાં મોતાલી ગાવમાં સાઇનાઇડનું ઇંજેક્શન આપીને પતિ દ્વારા પત્નીની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિએ જ પત્નીની સાથે વારંવાર ઝઘડો થતાં તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ઘટનાને અંદાજ આપવા માટે પતિએ તેની કંપની કંપનીમાંથી સાઇનાઇડની ગોળી ચોરી કરી હતી. જ્યાં તે નોકરી કરતો હતો. પછી તક મળતાં જ ગ્લૂકોઝની બોટલમાં સાઇનાઇડની મિક્સ કરીને પત્નીની હત્યા કરી દીધી હતી. 
 
તમને જણાવી દઇએ કે મોતાલી ગામમાં રહેનાર જિગ્નેશ પટેલની પત્ની ઉર્મિલાબેનની તબિયત ખરાબ થઇ જતાં એક મહિના પહેલાં સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉર્મિલાનું મોત થતાં પોલીસે ફરિયાદ કરી તપાસ શરૂ કરી હતી. 
 
તપાસ દરમિયાન પોલીસે ઉર્મિલાને ચઢાવવામાં આવેલી ગ્લુકોઝની બોટલ જપ્ત કરી એફએસએલ તપાસ માટે મોકલી હતી. જેમાં સાઇનાઇડ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો. ત્યારબાદ તપાસમાં જિગ્નેશ પટેલની સંડોવણી સામે આવી હતી. જ્યારે પોલીસે કડક પૂછપરછ કરી તો તેને પોતાનો ગુનો સ્વિકાર કરી લીધો છે. 
 
જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે તેના લગ્ન મૃતક ઉર્મિલાની સાથે સાત વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. ગત થોડા સમયથી પતિ પત્ની વચ્ચે ઘરેલૂ વિવાદ થતો હતો. જેના લીધે જિગ્નેશએ ઉર્મિલાની હત્યાનું કાવતરું રચ્યું હતું. જિગ્નેશ પટેલે પહેલાં જ સાઇનાઇડની ગોળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 
 
જોકે જિગ્નેશ કેમિકલ બનાવવાની યૂપીએલ કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીમાં સાઇનાઇડની ઓછી અસરવાળી ગોળીઓ પણ હતી, ત્યાં જિગ્નેશની પહોંચ હતી. એટલા માટે તેણે પહેલાં જ સાઇનાઇડની એક ગોળી ચોરી કર્યા બાદ સંતાડી રાખી હતી. હવે તે ગોળી ઉર્મિલાને આપવાનો મોકો શોધી રહ્યો હતો. લગભગ એક મહિના પહેલાં ઉમિલાની તબિયત ખરાબ થતાં તેણે હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. ત્યાં તેણે ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી હતી. 
 
આ દરમિયાન જિગ્નેશએ તક જોઇ ગોળીને એક ઇંજેક્શન દ્વારા ગ્લુકોઝની બોટલમાં મિક્સ કરી દીધી હતી. તેના થોડા કલાકો બાદ ઉર્મિલાનું મોત થયું હતું. ડોક્ટર્સે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે શરીરમાં ઝેર પહોંચતાં ઉર્મિલાનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી અને ગ્લુકોઝની બોટલ તપાસ માટે એફએસએલમાં મોકલી હતી.