શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (12:23 IST)

માતાને દોરડાથી બાંધીને પુત્રી સાથે ગેંગ રેપ, પોલીસે FIR કરવાની ના પાડી તો કોર્ટને આપવો પડ્યો આદેશ

યૂપીના હરદોઈ જીલ્લા (Hardoi District)ના બેનીગંજ કોતવાલી (Beniganj Kotwali) વિસ્તારના એક ગામમાં મતા સાથે ખેતરમાં ગયેલી એક કિશોરી સાથે ગેંગરેપ (Gang Rape)નો મામલો સામે આવ્યો છે. આ મામલે પોલીસે કોર્ટને આદેશ પર ત્રણ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધો છે. મામલામાં કોર્ટ્ગના આદેશ  બાદ પોલીસ દલિત એક્ટ સહિત ગેંગરેપ એક્ટમાં એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરવામાં લાગી છે. 
 
 
મીડિયા રિપોર્ટ મુજબ બેનીગંજ પોલીસ સ્ટેશનમાં પીડિતાના ભાઈની તરફથી નોંધાયેલ એફઆઈઆરમાં આરોપ છે કે તેની 13 વર્ષની બહેન પોતાની માતા સાથે ગઈ 21 નવેમ્બરના રોજ ટોયલેટ માટે ગામની બહાર ગઈ હતી. ત્યા ગામના જ અખિલેશ, અમિત અને કમલેશ મળી ગયા. યુવકનો આરોપ છે કે તેની માતાને આ લોકોએ પકડીને દોરડીથી બાંધી દીધા અને મોઢામાં કપડુ ઠુંસી દીધુ. ત્યારબાદ આરોપીઓએ બહેનને બાગમાં લઈ જઈને પહેલા કમલેશ અને પછી અન્ય બંનેયે વારાફરતી દુષ્કર્મ કર્યુ. જેમ તેમ કરીને કિશોરી માતા પાસે પહોંચી અને તેની દોરી ખોલી. ત્યારબાદ માતાએ યુવતીના મોઢામાંથી કપડુ કાઢ્યુ અને સમગ્ર ઘટનાની આપબીતી પોતાની માતાને જણાવી. 
 
પોલીસ પર પીડિતાની ફરિયાદ ન નોંધવાનો આરોપ 
 
રિપોર્ટ મુજબ ઘટના પછી મહિલા પોતાની પુત્રીને લઈને ઘરે પહોંક્ષ્હી અને પરિવારના લોકોને સૂચના આપીને બેનીગંજ કોતવાલીમાં એફઆઈઆર નોંધાવવા ગઈ. પોલીસ પર મહિલાએ આરોપ લગાવ્યો કે ત્યાના ઈનચાર્જેએ સંબંધિત વ્યક્તિઓ સાથે સમજૂતી કરવાની વાત કરીને તેને ચાલતો કરી દીધો. પીડિતાની માતાનુ કહેવુ છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ ઘટનાની લેખિત ફરિયાદ આપવામાં આવી છે પણ પોલીસે કેસ નોંધ્યો નથી. 
 
કોર્ટની શરણમાં પહોંચી પીડિતાની માતા 
 
ત્યારબાદ પીડિતા કોર્ટ પહોંચી. મામલામાં કોર્ટે પોલીસને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ પછી પોલીસે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.  અપર પોલીસ અધીક્ષક દુર્ગેશ કુમાર સિંહે જણાવ્યુ કે આ સમગ્ર મામલામાં આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.