શુક્રવાર, 24 માર્ચ 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:18 IST)

સુરતના લિંબાયતમાં 16 વર્ષીય સગીરાને ઘેનયુક્ત કોફી પીવડાવી સાથી કર્મીએ બળાત્કાર ગુજાર્યો

સુરતના સલાબતપુરામાં પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં કામ કરતા સાથી કર્મચારીએ 16 વર્ષની કિશોરીને લિંબાયતના કેફેમાં લઈ જઈ ઘેનયુક્ત કોફી પીવડાવી કપલ બોક્સમાં બળાત્કાર કર્યો હતો. જોકે બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, લિંબાયતની 16 વર્ષીય મુમતાઝ( નામ બદલ્યું છે) આંજણા ફાર્મ ખાતે પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાના ખાતામાં નોકરી કરે છે. તેની માતા પણ તે જ ખાતામાં નોકરી કરે છે. મુમતાઝની સાથે નિખિલ નામનો યુવક પણ નોકરી કરતો હતો. 3 જાન્યુઆરીના રોજ મુમતાઝ કામ પર ગઈ હતી. ત્યારે નિખિલે એવું કહ્યું કે આપણી સાથેના લોકો કોફી પીવા જાય છે. આપણે પણ જઈએ. પહેલાં તો મુમતાઝે કોફી પીવા જવા માટે ના પાડી હતી. પરંતુ નિખિલે તેને કોફી પીવા જવા માટે દબાણ કરતાં મુમતાઝ તૈયાર થઈ હતી.

ત્યાર બાદ એક રિક્ષામાં ચારેય જણા નીકળ્યા હતા. બાદમાં લિંબાયત કેફેમાં યુવકે યુવતીને ઘેનયુક્ત કોફી પીવડાવી રેપ કર્યો હતો. બુધવારે મુમતાઝે નિખિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સલાબતપુરા પીઆઇ એમ.વી.કિકાણીએ આરોપી નિતીશ કુમાર ઉર્ફે નિખિલ પ્રેમકુમાર સહાની(રહે. આંજણા, સલાબતપુરા)ને ઝડપી પાડ્યો હતો. લિંબાયતમાં એક કાફેમાં ગયા હતા ત્યાંથી નિખિલના બંને સાથી કર્મચારીઓ બીજે કોઈ જગ્યાએ ગયા બાદમાં નિખિલે મુમતાઝને કોફી પીવડાવી હતી. કોફીમાં ઘેનવાળો પદાર્થ હોવાથી મુમતાઝ બેભાન થઈ ગઇ હતી. ત્યારે નિખિલે મુમતાઝ સાથે બળાત્કાર ગુજાર્યો હતો. મુમતાઝ ભાનમાં આવતા તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે. તે ખાતા પર આવી ત્યારે તેણીએ તેની માતાને કહ્યું કે તેની તબિયત સારી નથી કહી મુમતાઝ ઘરે નીકળી ગઈ હતી. બીજા દિવસે મુમતાઝે તમામ હકીકત જણાવી હતી.