1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શુક્રવાર, 24 મે 2024 (16:37 IST)

દીકરા માટે શેતાન બની ગયો પતિ, આઠ મહીનાની ગર્ભવતી પત્નીનુ પેટ દાતરડાથી ચીરી નાખ્યુ

Crime news - પતિએ ગર્ભવતી પત્નીનુ પેટ એટલા માટે ફાડી નાખ્યુ કે તેમા  છોકરો છે કે નહી. પત્ની સાથે ક્ર્રૂરતાની હદ પાર કરવાના એક ખૂબ દર્દનાક મામલો બંદાયૂની એક કોર્ટમાં આવ્યુ જ્યાં ગર્ભવતી પત્નીનુ પેટ  દાતરડુંથી પેટ  ચીરી દીધુ આરોપી પતિને દોષી માનતા ઉમ્ર કેદની સજાની સાથે 50 હજાર રૂપિયાનુ  દંડ ફટકારવામાં આવ્યુ છે. 
 
ફરિયાદ 19 સેપ્ટેમ્બર 2020ને પોલીસ વિસ્તારમાં નોંધાવી જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેમની બેન અનીતાના લગ્ન શહેરના મોહલ્લા નેકપુર નિવાસી પન્નાલાલ સાથે થયા હતા.  
 
ફરિયાદમાં જણાવ્યુ કે અનીતાએ લગ્ન પછી 5 દીકરીઓને જન્મ આપ્યો. આ કારણે તેનો પતિ સતત તેને પ્રતાડિત કરતો અને બીજા લગ્ન કરવાની પણ ધમકી આપતો હતો. 
 
તેણે જણાવ્યુ કે ઘટનાના સમયે 30 વર્ષની અનીતા આઠ મહીનાની ગર્ભવતી હતી આ દરમિયાન એક દિવસ પન્નાલાલ ઘરે આવ્યો અને અનીતા સાથે ઝગડો કરવા લાગ્યો તે પછી બોલચાલમાં તેણે કહ્યુ કે તૂ છોકરીઓ જ પેદા કરે છે આજે તો તારુ પેટ ફાડીને જોઈશ કે તેમાં છોકરો છે કે છોકરી આવુ  કહીને પન્નાલાલએ અનિતાનુ પેટ અણીદાર હથિયરથી ફાડી દીધુ જેનાથી અનીતાના આંતરડા બહાર આવી ગયા આઠ મહીનાના બાળકનુ ગર્ભપાત થઈ ગય પછી ખબર પડી કે તે બાળક છોકરો જ હતો. 
 
તેણે જણાવ્યુ કે કોર્ટએ પન્ના લાલને દોષી માનતા આજીવન જેલ અને 50 હજાર દંડની સજા સંભળાવી આ સમયે પન્નાલાલની ઉમ્ર 38 વર્ષ છે.