બુધવાર, 8 ઑક્ટોબર 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2024 (10:33 IST)

પાંસળી તોડી, આંખોમાંથી લોહી વહી રહ્યું હતું; માતાનો પ્રેમી જાનવર બની ગયો, એક વર્ષની માસૂમનું હાર્ટ એટેકથી મોત

crime news
અમેરિકાના ઓહાયો શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માતાની સામે જ તેના પ્રેમીએ એક વર્ષના બાળકને એટલી નિર્દયતાથી માર્યું કે તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. બાળકના શરીર પર અસંખ્ય ઘા હતા.
 
પોલીસના જણાવ્યા અનુસાર, બાળકની પાંસળી તૂટી ગઈ હતી, લીવરને નુકસાન થયું હતું અને આંખમાંથી લોહી વહેતું હતું. આ બર્બરતાએ શહેરવાસીઓને હચમચાવી દીધા છે.
 
people ના એક અહેવાલ મુજબ, 23 વર્ષના એક યુવક પર તેની ગર્લફ્રેન્ડના એક વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષના વકીલ મેલિસા પાવર્સે જણાવ્યું હતું કે એક વર્ષના કરીમ કીતાને 5 મેના રોજ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 
 
તે પોતાના ઘરમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પાવર્સના નિવેદન મુજબ, 23 વર્ષીય એડવર્ડ મુરેને કરીમના મૃત્યુના સંબંધમાં પહેલા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં તેણે હત્યા સહિત અનેક ગુનાઓમાં દોષી કબૂલ્યો હતો.
 
બાળક સાથે ક્રૂરતા
મેડિકલ તપાસ બાદ ખબર પડી કે કરીમના શરીર પર ઈજાના ઘણા નિશાન છે. જેના કારણે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું મૃત્યુ થયું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકના મગજ પર ઈજાના નિશાન હતા, પાંસળી તૂટી ગઈ હતી, લીવરને નુકસાન થયું હતું.