ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : રવિવાર, 3 જુલાઈ 2022 (18:12 IST)

ગુજરાત: પ્રેમી પંખીડાનો સામુહિક આપઘાત- સાથે જીવ્યા સાથે મર્યા:

suicide
એક ઘટના વિસનગરથી સામે આવી છે. સાથે જીવવા મરવાના વચનો આપી પ્રેમી યુગલે જીવન ટુંકાવ્યું છે. વિસનગરના ઉમતા ગામ નજીક આજે વહેલી સવારે નદીના પટમાં એક ઝાડ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં પ્રેમી યુગલના મૃતદેહ મળ્યા છે. યુવતી ઘરેથી ગિફ્ટ લેવાનું કહીને ગઇકાલે નીકળી હતી. બાદમાં પ્રેમી સાથે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાની જાણ થતા વિસનગર તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
 
યુવક મુળ ઇન્દોરનો રહેવાસી
વિસનગરના ઉમતા ગામ નજીક આજે વહેલી સવારે એક ઝાડ સાથે પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
 
ઉમતા ગામ નજીક આવેલા નદી પટમાં આપઘાત કરનાર 24 વર્ષીય જીતેન્દ્ર બાબુલાલ શર્મા જે મૂળ ઇન્દોરનો રહેવાસી છે. જે ઉમતા ખાતે બાળપણથી પોતાની બહેન સાથે રહેતો હતો અને વિસનગર ખાતે એક ગેરેજમાં કામ કરતો હતો. જ્યારે યુવતી મૂળ સુઢીયા ગામની પાયલબેન કિશોરજી ઠાકોર વિસનગરની એસ. કે. યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી.  હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.