સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 જૂન 2022 (20:43 IST)

શિંદે બન્યા મહારાષ્ટ્રના 20માં CM: બાળા સાહેબને યાદ કરી શપથ લીધી, ફડણવીસ બન્યા ડિપ્ટી, પ્રધાનમંત્રી શુભેચ્છા પાઠવી

eaknath shinde
LIVE: મહારાષ્ટ્રમાં નવી સરકાર- 'એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીપદ માટે 7.30 વાગ્યે શપથ લેશે
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.
 
વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ એકનાથ શિંદેને સમર્થન આપશે. તેમણે કહ્યું કે આજે સાડા સાતે વાગ્યે તેઓ મુખ્ય મંત્રીપદના શપથ લેશે.
 
રાજભવન પર પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, "બધાને ખબર હતી કે 170 લોકો 2019ની વિધાન સભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. સ્વાભાવિક રીતે ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર બનવાની આશા હતી. "
 
"પરિણામ પછી, શિવસેનાએ અલગ નિર્ણય લીધો. આ જનમતનું અપમાન હતું, બાલ ઠાકરે સ્વાભાવિક રીતે કૉંગ્રેસ અને એનસીપીના ગઠબંધનનો વિરોધ કર્યો હોત."
 
ફડણવીસે કહ્યું કે એક તરફ જ્યાં બાળાસાહેબે હંમેશાં દાઉદનો વિરોધ કર્યો ત્યારે દાઉદનો સાથ આપનાર નેતાઓ સાથે જવાનો નિર્ણય કર્યો. દાઉદ સાથે જોડાયેલા તે નેતાને મંત્રીપદ પરથી ન હઠાવાયા.
 
ફડણવીસે દાવો કર્યો કે એકનાથ શિંદેને શિવસેનાના નેતાઓનું સંપૂર્ણ સમર્થન છે.

08:30 PM, 30th Jun
શાહ અને નડ્ડાએ  ફડણવીસની સરકારમાં સામેલ થવાની ચોખવટ કરી 
 
મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાનની જાહેરાત અને ફડણવીસ સરકારમાં નહીં જોડાવાની જાહેરાત બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મીડિયાની સામે આવ્યા અને ફડણવીસને મોટા દિલના નેતા ગણાવ્યા. તેમણે ફડણવીસને વિનંતી કરી કે તેઓ નવી સરકારમાં જોડાય અને ડેપ્યુટી સીએમ તરીકેનો કાર્યભાર સંભાળે. આ પછી નડ્ડાએ કહ્યું કે  કેન્દ્રીય નેતૃત્વનો પણ આદેશ છે કે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લે. 

08:26 PM, 30th Jun
આજે સાંજે 7.30 વાગ્યે શપથ લેશે, તે પણ એકલા. ભાજપ તેમને સમર્થન આપશે. સરકારમાં પણ જોડાશે, પરંતુ હું સરકારમાંથી બહાર રહીશ. બધાએ ફડણવીસને મુખ્યમંત્રી માની લીધા હતા. અમે પણ, પરંતુ સમાચારમાં આઘાતજનક એંગલ હજુ આવવાનો હતો.
 
ફડણવીસે સરકારમાંથી બહાર રહેવાની વાત કરી કે તરત જ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સક્રિય થઈ ગયું. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ફડણવીસે મોટું દિલ બતાવ્યું છે. હવે તેમણે ડેપ્યુટી સીએમ પદ સ્વીકારવું જોઈએ. આ પછી અમિત શાહે કહ્યું કે ફડણવીસ સરકારમાં સામેલ થવા માટે રાજી થઈ ગયા છે

05:29 PM, 30th Jun
આ દરમિયાન રાજભવનમાં તૈયારીઓ ચાલી રહી છે અને પ્રેસને પણ પ્રવેશ માટેની મંજૂરી આપી દેવાઈ છે.
 
ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું ત્યાર બાદ ફરી ભાજપે સરકાર બનાવશે તેવી ધારણા પણ બંધાઈ હતી. જોકે હવે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનશે.
 
એકનાથ શિંદેએ બળવાખોર જૂથના નેતાઓ સાથે ગોવામાં બેઠક કરી હતી. અંદાજે એક કલાક ચાલેલી આ બેઠકમાં શિંદેએ ધારાસભ્યોના મત લીધા હતા.
 
ગોવા ઍરપૉર્ટથી રવાના થતા પહેલાં શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના 50 ધારાસભ્યોએ તેમને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે.
 
એકનાથ શિંદે રાજ્યપાલ મુંબઈ પહોંચ્યા બાદ તેઓ દેવેન્દ્ર ફડણવીસને મળવા સાગર બંગલે પહોંચ્યા હતા. બંને વચ્ચે ત્યાં ચર્ચા થઈ હતી અને તેઓ રાજ્યપાલને મળ્યા હતા.