ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે મુખ્ય મંત્રીપદના શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ એકનાથ શિંદેને સમર્થન આપશે.
આ સમગ્ર રાજકીય ગડમથલ વચ્ચે સૌથી વધારે ચર્ચા જેમની થઈ રહી છે, એ છે એકનાથ શિંદે.
એકનાથ શિંદે થાણેના ધારાસભ્ય તો છે જ, પણ સાથે જ તેઓ દાયકાઓથી શિવસેનાનું સંગઠન વધારનારા કદાવર નેતા પણ રહ્યા છે. તેમના દીકરા શ્રીકાંત શિંદે કલ્યાણ
મતવિસ્તારથી લોકસભામાં ચૂંટાયા છે.
એકનાથ શિંદે અનેક દાયકાઓથી શિવસેનામાં સક્રિય છે. ઠાણેથી ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું, ઠાણે મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે કામ કર્યું, એ બાદ 2004માં
વિધાનસભામાં પહોંચ્યા. જોકે તેમની કારકિર્દીની શરૂઆત રિક્ષાચાલક તરીકે થઈ હતી.
ઠાણેવૈભવના તંત્રી મિલિંદ બલ્લાળ એકનાથ શિંદેની રાજકીય કારકિર્દીને આ રીતે દર્શાવે છે, 'આક્રમક શિવસૈનિકથી શાખાપ્રમુખ અને પછી જવાબદાર મંત્રી'.
તેઓ શિંદે વિશે કહે છે કે, "સતારા એકનાથ શિંદેનું વતન છે. તેઓ ઠાણે શિક્ષણ પૂરું કરવા માટે આવ્યા હતા."
"ઘરની આર્થિક સ્થિતિને પગલે તેમને ભણતર અધૂરું છોડવું પડ્યું. નોકરી નહોતી, તેથી તેમણે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું."
"એ પછી તેઓ થાણેના શિવસેનાના નેતા આનંદ દિઘેના સંપર્કમાં આવ્યા અને 18 વર્ષની ઉંમરે તેમણે શિવસેનામાં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી."
કોણ છે એકનાથ શિંદે?
સતારાના એકનાથ શિંદેની કારકિર્દીની શરૂઆત રિક્ષાચાલક તરીકે થઈ હતી
થાણેના શિવસેનાના નેતા આનંદ દિધેના સંપર્કમાં આવ્યા અને 18 વર્ષની ઉંમરે તેમણે શિવસેનામાં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી
1997માં આનંદ દિધેએ શિંદેને થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી અને સભાગૃહના પ્રમુખ બન્યા
2004થી સળંગ ચાર ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા
શિંદેને 2015થી 2019 સુધી જાહેર બાંધકામખાતાના મંત્રી બનાવવામાં આવ્યા હતા
રાજકીય સંકટ વચ્ચે શિવસેનાનાં નેતા નિલમ ગોર્હેએ કહ્યું કે 'અફવાઓ પર ધ્યાન ન આપશો.'
ઇમેજ કૅપ્શન,
રાજકીય સંકટ વચ્ચે શિવસેનાનાં નેતા નીલમ ગોર્હેએ કહ્યું કે 'અફવાઓ પર ધ્યાન ન આપશો.'
બલ્લાળ આગળ જણાવે છે કે, "શિવસેનાનાં તમામ આંદોલનોમાં ભાગ લેનારા શિંદે નેતાઓના ધ્યાને આવ્યા અને તેમને કિસનનગરના શાખાપ્રમુખ બનાવવામાં આવ્યા."
એ બાદ 1997માં આનંદ દિધેએ શિંદેને થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી.
પહેલી જ વારમાં શિંદેએ બાજી મારી લીધી અને ઠાણે મહાનગરપાલિકાના સભાગૃહના પ્રમુખ પણ બન્યા. 2004માં તેઓ વિધાનસભાની ચૂંટણી લડ્યા, એમાં પણ તેઓ પહેલી જ
વારમાં જીતી ગયા.
2004થી સળંગ ચાર ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. શિંદેને 2015થી 2019 સુધી જાહેર બાંધકામ ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
એ બાદ તેઓ નગરવિકાસમંત્રી પણ બન્યા હતા.