ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જાન્યુઆરી 2023 (09:14 IST)

પતિ ઘરેથી 5 લાખ ચોરીને કરીને ભાગી ગયો, ઇંસ્ટાગ્રામ રીલ્સે ખોલી પતિના અફેરની પોલ

love jihad
અમદાવાદમાં લગ્નેતર સંબંધોના ઘણા કિસ્સાઓ લગ્નજીવનને તૂટવા તરફ દોરી જાય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આવા અનેક કિસ્સા પોલીસ સ્ટેશનો સુધી પહોંચી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. પત્નીએ પોલીસમાં ફરિયાદ આપી છે કે પતિએ તેના પ્રેમી સાથે મળીને તેના જ ઘરમાંથી પાંચ લાખ રોકડા અને બે સોનાની બંગડીઓ ચોરી લીધી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. હાલમાં તેઓને 6 વર્ષની પુત્રી છે. ઘરમાં નણદના લગ્ન 20 ડિસેમ્બરના રોજ હતા. આ પ્રસંગે તેના પતિના મિત્રો આવ્યા હતા. તેમાંથી એક મિત્રએ પોતાનો પરિચય મુકેશ શાહ અને તેની બહેન હર્ષિતા તિવારી તરીકે આપ્યો હતો. પરિણીતા તેના પતિના તમામ મિત્રોને ઓળખતી હતી. પણ આ લોકો પહેલી વાર મળ્યા. તેથી તેને થોડી શંકા ગઈ. તેણે તેના પતિ પાસેથી આ અંગે પૂછપરછ કરી પરંતુ ઘરમાં લગ્નની વિધિ હોવાથી આગળ કંઈ વાત થઇ નહીં.
 
ઘરે પ્રસંગ પૂરો થતાં જ પત્નીએ પતિના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ. જેમાં તેના પતિ અને હર્ષિતા કારમાં જઈ રહ્યા હતા. પોતાના પતિને આ વિશે વાત કરી તો તેણે કહ્યું કે તેઓ માત્ર મિત્રો છે બીજું કંઈ નહીં. પરંતુ પત્નીએ પતિના મોબાઈલ ફોન પરથી હર્ષિતાને ફોન કરીને કહ્યું હતું કે મારા પતિ સાથે સંબંધ ખતમ કરી દો, તે પરિણીત છે અને એક પુત્રીનો પિતા છે. મારા સસરાને હજુ આ વિશે કોઈ જાણ નથી.
 
એકવાર તેનો પતિ મિત્રો સાથે માઉન્ટ આબુ ગયો અને પછી ઘરે પાછા ફર્યો. ત્યારબાદ તે સતત ટેન્શનમાં જોવા મળ્યો તો તેની સાથે વાત કરી. ત્યારબાદ તેના પતિએ જણાવ્યું હતું કે હર્ષિતા સતત પાછળ પડી રહી છે અને તેને તેની સાથે વાત કરવાનું કહે છે. વાત નહીં કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપી. તે પછી પણ પરિણીતાના પતિનું હર્ષિતા સાથે ગુપ્ત અફેર ચાલતું હતું.
 
આ અંગે પરિણીતાએ તેના સસરાને જણાવ્યું હતું અને સસરાએ પણ પુત્રને સમજાવ્યો હતો. ત્યારબાદ પત્ની અને પિતા સાથે ઝઘડો કરી ઘર છોડીને ચાલ્યો ગયો હતો. તે પછી પણ સમજાવટ બાદ તે પાછો ફર્યો હતો. પરંતુ એક દિવસ પત્નીને ઘરમાં સોનાના દાગીના ન મળ્યા. જ્યારે પતિને પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે તેને વેચી દીધા છે. તેણે તેના પિતા પાસેથી પૈસા પણ માંગ્યા હતા. ત્યારે હર્ષિતાએ કહ્યું કે, તમે પૈસા આપો તો જ તમારો દીકરો ઘરે પાછો આવશે. ત્યારે પરિણીતાના સસરાએ પણ પૈસા આપવાની ના પાડી દીધી હતી.
 
આ ઘટનાના થોડા સમય બાદ તેનો પતિ ઘરે પાછો આવ્યો અને તેની પત્ની સાથે રહેવા લાગ્યો. પરંતુ આ બધુ તેના દ્વારા સુયોજિત કાવતરું હતું અને તેની પત્નીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેણે ઘરમાંથી પાંચ લાખ રૂપિયા અને દાગીનાની ચોરી કરી છે અને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.