રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 11 ઑક્ટોબર 2021 (22:08 IST)

દ્વારકા નગરીમાં એક જ પરિવારને ત્રણ મહિલાની લાશ મળી, આત્મહત્યાની આશંકા

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે સવારે એક વૃદ્ધ મહિલા, તેની પુત્ર અને પૌત્રીની એક સંબંધીના ઘરેથી લાશ મળી હતી. ઘટના બાદ વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. પોલીસને શંકા છે આ આત્મહત્યાનો કેસ છે. ભાણવડ  પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતક જામનગરની હતી અને ભવાદ શહેરમાં એક અઠવાડિયા પહેલાં પોતાના કોઇ સંબંધીના ઘરે આવી હતી.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ સમાના ઘરે જામનગર ના શંકર ટેકરીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતી મહિલાઓ અંદાજે 8 દિવસ પહેલા આવ્યા હતા અને સંબંધી હોઈ ત્યારે તેના જ ઘરે રહેતા હતા. જ્યારે જેનમબાનું કાસમ ખાન પઠાણ 63 તેની પુત્રી નૂરજહાંબાનું નૂરમામદ શેખ 43 અને તેની દીકરી સહિસ્તા નૂરમામદ શેખ જે 16 વર્ષ અને 5 માસની હોઈ તેઓએ જામનગર થી ભાણવડ ખાતે રહેવા આવ્યા હતા. અને ઇબ્રાહિમ સમાના જ ઘરે ગાયત્રી નગર ખાતે રહેતા હતા ત્યારે અગમ્ય કારણોસર આજ સવારે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોઈ ત્યારે ભાણવડ પોલીસ ને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી.
 
આત્મહત્યા પાછળના કારણોને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. જ્યારે મોત થવા પાછળ કઈ દવા અને ઝેરી પદાર્થ નું સેવન કર્યું તે બાબતે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. પરંતુ જામનગર થી ભાણવડ આવી અને એક પરિવારની ત્રણ મહિલાઓ દ્વારા આ પ્રકારે આત્મહત્યા કરવા પાછળ અન્ય કારણો હોવાની શક્યતાઓ ને લઈ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 
 
અધિકારીઓએ જણાવ્યુંહતું કે પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આર્થિક તંગીના લીધે ત્રણેયએ ઝેરી પદાર્થનું સેવન કર્યું છે. લાશને પોસ્ટમોર્ટમ માટે જામનનગર માટે એક સરકારી હોસ્પિટલમાં મોકલી અકસ્માતનો ગુનો નોંધાયો છે.