ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 22 જૂન 2023 (12:27 IST)

Pune Crime News - પુણેમાં ડોક્ટરે કરી સમગ્ર પરિવારની હત્યા, બંને બાળકોને કુવામાં ફેક્યા પછી લગાવી ફાંસી

pune family murder
pune family murder
પુણેમાં જાનવરોના એક ડોક્ટરે મંગળવારે પોતાના પરિવારની હત્યા કરી નાખી. પહેલા તેણે પત્નીનુ ગળુ દબાવ્યુ, તેને ફાંસી પર લટકાવી. પછી બંને બાળકોને ઘર પાસેના કુવામાં ફેંકી દીધા. ત્યારબાદ ઘરે આવીને પોતે પણ ફાંસી પર લટકીને આત્મહત્યા કરી લીધી. 
 
આ ઘટનાને લઈને પોલીસને એક સુસાઈડ નોટ મળી છે. તેમા પતિએ લખ્યુ છે કે તે પત્નીના ત્રાસથી પરેશાન થઈને આ પગલુ ઉઠાવી રહ્યો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 
 
જાણો સમગ્ર મામલો..  
 
પતિ-પત્નીનો ઝગડો બન્યો હત્યા અને આત્મહત્યાનુ કારણ 
 
પુણેની દોડ તહસીલના વરવંડ વિસ્તારમાં રહેનારા ડૉ. અતુલ દિવેકર(42) અને પલ્લવી દિવેકર (39) ની વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી મામૂલી વાતને લઈને ઝગડો ચાલી રહ્યો હતો. 
 
મંગળવારે પણ કોઈ વાતને લઈને ઝગડો થયો હતો. જ્યારબાદ ગુસ્સામાં આવીને અતુલે પત્નીની હત્યા કરી નાખી. ત્યારબાદ 6 વર્ષની પુત્રી વેદાંતી અને 9 વર્ષનો પુત્ર અદ્વેતને કુવામાં ફેંકી દીધા. 
 
લોકોએ આપી પોલીસને સૂચના 
 
સ્થાનીક લોકોએ બાળકોના મૃતદેહ કુવામાં જોઈને પોલીસને સૂચના આપી. પોલીસે લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢ્યા. જ્યારે પોલીસ લોકો સાથે બાળકોના ઘરે ગઈ તો ત્યા પતિ-પત્નીના મૃતદેહ ફાંસી પર લટકી રહ્યા હતા. મૃતદેહ પાસેથી પોલીસને એક સુસાઈડ નોટ મળી.  પોલીસે બધા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.