સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (07:56 IST)

Crime News - વાપીમાં ચાની દુકાન પર જાહેરમાં યુવાનની હત્યા

વાપીમાં વધુ એક વખત જાહેરમાં યુવાનની હત્યા કરવાની ઘટના બની છે.  ઘટનાના સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળે છે કે યુવાન પર પાછળના ભાગેથી માથા પર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ વલસાડ જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ઘાયલ વ્યક્તિને વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપીના પરિવારની મહિલાઓ વચ્ચે તેમના વતન યુપીમાં ઝઘડો થયો હતો. જેથી વતનમાં મહિલાઓ વચ્ચે થયેલા વિવાદની અદાવત રાખી આ હત્યા કરવામાં આવી હતી.  ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં મૃતકના સંબંધીઓ હોસ્પિટલ પર ધસી આવ્યા હતા .હુમલા બાદ વલસાડ જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ઘાયલ વ્યક્તિને વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચકચારી ઘટનાને અંજામ આપી ફરાર થયેલો આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, જેના આધારે વલસાડ પોલીસે આરોપીને પકડવા વિવિધ ટીમો બનાવી છે.