સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (14:30 IST)

Surat Crime સુરતમાં દંપતીની મળી લાશ

રહસ્યમય ઘટના:સુરતમાં રૂમમાંથી પતિ ફાંસો ખાધેલી​​​​​​​ અને પત્ની સૂતેલી હાલતમાં મૃત મળી, પત્નીની હત્યા બાદ પતિના આપઘાતની આશંકા
 
સુરતના પાંડેસરામાં રૂમમાંથી પતિ-પત્નીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પતિ ફાંસો ખાધેલી હાલતમાં અને પત્નીનો મૃતદેહ સૂતેલી હાલતમાં મળી આવતા પતિએ પત્નીની હત્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. 
 
રૂમ બંધ રહેતા દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી
બિહારના સિતામઢીના મોતીપુરના વતની અને પાંડેસરામાં રહેતા રંજીતકુમાર શાહ(26) અને તેમની પત્ની સુશીલાકુમારી(25) છેલ્લા 2 મહિનાથી પાંડેસરામાં રહેતા હતા. છેલ્લા 2-3 દિવસથી તેમનો રૂમ બંધ રહેતા દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી.
 
રૂમના દરવાજાને અંદરથી તાળું મારેલું હતું
બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દરવાજો તોડી તપાસ કરતા રંજીતકુમારનો ફાંસો ખાધેલી હાલતમાં અને પત્ની સુશીલાકુમારીનો રૂમમાં સૂતેલી હાલતમાં રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. રૂમના દરવાજાને પણ અંદરથી તાળું મારેલું હતું. રૂમમાંથી તેમની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે બન્નેની ઓળખ થઈ હતી