ક્રિકેટ મેચ દરમિયાન બોલ્યો પાકિસ્તાન જીંદાબાદ... , કર્ણાટકમાં ટોળાએ યુવકને એટલો માર્યો કે થઈ ગયુ મોત
કર્ણાટકના મેંગલુરૂમં દિલ દહેલાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના બહારના વિસ્તારમાં એક ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાન જીંદાબાદ નુ સ્લોગન લગાવવા પર 25 થી વધુ લોકોએ એક સમુહના એક વ્યક્તિને મારી મારીને તેની હત્યા કરી દીધી. પોલીસે આ ઘટનામાં કાર્યવાહી કરત 15 લોકોને અરેસ્ટ કર્યા છે. પોલીસ મુજબ આ ઘટના 27 એપ્રિલના રોજ બપોરે લગભગ 3 વાગે કુડુપુ ગામના ભાત્રા કલ્લુર્તી મંદિર પાસે થઈ. મૃતકની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી. પોલીસ તપાસમા સામે આવ્યુ કે મૃતક પર કથિત રૂપે લાઠીથી હુમલો કરવામાં આવ્યો. જેનાથી તેને ખૂબ વાગ્યુ અને તે લોહીલુહાણ થઈ ગયો. પોલીસે જણાવ્યુ કે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
ગૃહ મંત્રીએ ઘટનાની ચોખવટ કરી
કર્ણાટકના ગૃહ મંત્રી જી પરમેશ્વરે કહ્યુ કે ભીડ દ્વારા મારી મારીને હત્યાની ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ જેની ઓળખ અજ્ઞાત છે તેણે સ્થાનીક ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાન જીંદાબાદ નો નારો લગાવ્યો હતો. કેટલાક લોકેઓ મળીને તેને માર્યો. પછી તેનુ મોત થઈ ગયુ. જી પરમેશ્વર એ કહ્યુ કે આગળની તપાસ ચાલુ છે. જી પરમેશ્વરએ કહ્યુ હુ લોકોને શાંતિ અને સોહાર્દ બનાવી રાખવાની અપીલ કરુ છુ. મેંગલુરુ શહેરના પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે મંદિર પરિસર પાસે લાશ મળી આવ્યા બાદ પોલીસે શરૂઆતમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. 28 એપ્રિલના રોજ હાથ ધરાયેલા પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ મળી હતી કે મૃત્યુ અનેક ઇજાઓ અને તબીબી સહાયના અભાવે થયું હતું.
પોલીસે આરોપીની ઓળખ કરી
મેંગલુરુ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં એક રહેવાસી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 103 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના જૂથ દ્વારા કરવામાં આવેલી હત્યાઓ સાથે સંબંધિત છે. અધિકારીઓએ 15 શંકાસ્પદોની ધરપકડ કરી છે, જ્યારે આ કેસના સંબંધમાં આશરે 10 અન્ય વ્યક્તિઓની સક્રિય શોધખોળ ચાલી રહી છે. મુખ્ય આરોપી, જેની ઓળખ કુડુપુનો રહેવાસી સચિન તરીકે થઈ છે, તે પહેલાથી જ અમારી કસ્ટડીમાં છે. આ કેસમાં લાદવામાં આવેલી કલમ ખૂબ જ કડક છે. જો સાબિત થાય, તો આરોપીને, વ્યક્તિગત રીતે અથવા સમૂહ તરીકે, આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા પણ થઈ શકે છે.