ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 25 એપ્રિલ 2023 (12:29 IST)

Crime News - 15 મહિનાના બાળકને ઉકળતા પાણીમાં નાખ્યુ, આરોપીના બાળકની માતા સાથે હતા અવૈદ્ય સંબંધ

મહારાષ્ટ્રના પુણે જીલ્લામાંથી એક હ્રદયને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સમાચાર છે કે અહી એક વ્યક્તિએ એક 15 મહિનાના બાળકને ઉકળતા પાણીમાં નાખીને મારી નાખ્યુ. પોલીસે મંગળવારે આ માહિતી આપી. એવુ બતાવાય રહ્યુ છે કે આરોપીના આ બાળકની મા સાથે અવૈધ સંબંધ હતા.  પોલીસે જણાવ્યુ કે આ ઘટના 6 એપ્રિલના રોજ ચાકણની પાસે શેત પિંપળગામમાં બની. બાળક ગરમ પાણીમાં ભયંકર રૂપે દાઝી ગયુ હતુ અને 18 એપ્રિલના રોજ સારવાર દરમિયાન તેનુ મોત થઈ  ગયુ. પોલીસ નિરીક્ષક વૈભવ શિંગરેએ જણાવ્યુ કે આરોપીની બે દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. તે બાળકની માતાથી નારાજ હતો કારણ કે તેણી તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતી.  
 
માસીએ બાળકને ગરમ પાણીની ડોલમાં નાખતા જોયુ 
 
પોલીસ અધિકારીએ કહ્યુ, તપાસમાં જાણ થઈ કે જ્યારે મહિલા ઘરે નહોતી ત્યારે આરોપીએ બાળકને ઉકળતા પાણીની ડોલમાં નાખી દીધુ અને પછી સ્ટોરી બનાવી કે બાળક દુર્ગટનાવશ ડોલ સાથે અથડાયુ તો તેના પર પાણી પડી  ગયુ.  તેમણે જણાવ્યુ કે મહિલાની બહેને આરોપીને બાળકને ગરમ પાણીની ડોલમાં નાખતા જોઈ લીધો હ્તો પણ આરોપીએ તેને ચૂપ રહેવાની ધમકી આપી હતી. અધિકારીએ કહ્યુ, બાળકના મોત પછી મહિલાની બહેને તેને હકીકત બતાવી. ત્યારબાદ બાળકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 302 (હત્યા) હેઠળ એક મામલો નોંધવામાં આવ્યો. તેમણે જણાવ્યુ કે આરોપીની ધરપકડ કરી મામલાની તપાસ કરવામાં આવી રહી છે.