સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: આઝમગઢ. , શુક્રવાર, 21 એપ્રિલ 2023 (10:47 IST)

યુવકે માતા-પિતા અને બહેનની કરી હત્યા

કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધારી ગામમાં શનિવારે મોડી રાત્રે એક યુવક તેના માતા-પિતા અને બહેનની કુહાડીથી હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ટ્રિપલ મર્ડરની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ રવિવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હત્યારાની શોધમાં પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે.
 
કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધારી ગામમાં રહેતા ભાનુ પ્રતાપ સિંહ ઉર્ફે પપ્પુ સિંહે બે દિવસ પહેલા તેના પુત્ર રાજન સિંહને કોઈ વાત પર ઠપકો આપ્યો હતો. આનાથી ગુસ્સે થઈને રાજન સિંહે શનિવારે મોડી રાત્રે તેના પિતા ભાનુ પ્રતાપ સિંહ (48), માતા સુનીતા સિંહ (45) અને 13 વર્ષની નાની બહેન રાખી સિંહની નિર્દયતાથી હત્યા કરી નાખી. ઘટના બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
 
ટ્રિપલ મર્ડરના સમાચાર મળતા જ પોલીસ અધિકારીઓ, ફોરેન્સિક ટીમ ડોગ સ્કવોડ સહિત પોલીસની ટીમો પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ ફોરેન્સિક ટીમે પુરાવા એકત્ર કર્યા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.