1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (18:57 IST)

એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા

An air hostess was killed by slitting her throat
Mumbai news- રવિવારે મુંબઈમાં એર ઈન્ડીયાની 25 વર્ષીય એર હોસ્ટેસ રુપલ ઓગરેની ફ્લેટમાં ગળું કાપીને હત્યા કરાઈ હતી પોલીસને તેના ફ્લેટમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો . 
 
જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી. તેની લાશ તેના ફ્લેટમાં વોશરુમમાંથી મળી આવી છે. 
 
 મુંબઈના પવઈમાં એક ટ્રેઈની એરહોસ્ટેસ ગળું કાપીને હત્યા કરાઈ હતી. એર હોસ્ટેસ રૂપલ ઓગરે મૂળ છત્તીસગઢની રાજધાની રાયપુરની રહેવાસી હતી. જેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના ફ્લેટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તે તેની બહેન અને તેના બોયફ્રેન્ડ સાથે મુંબઈના પવઈ વિસ્તારની સોસાયટી એનજી કોમ્પ્લેક્સમાં રહેતી હતી. 
 
વાસ્તવમાં એર હોસ્ટેસનો આ ક્લીનર સાથે થોડા દિવસો પહેલા ઝઘડો થયો હતો. જે બાદ આરોપી ક્લીનર બદલો લેવા માંગતો હતો. પોલીસનો દાવો છે કે આ જ આરોપીએ એર હોસ્ટેસની હત્યા કરી છે.