ભત્રીજાએ કાકા-કાકીને ટ્રેક્ટર નીચે કચડી નાખ્યા
બોટાદના ગઢડાના ધૂફણિયા ગામમાં જમીન વિવાદમાં 20 વર્ષના ભત્રીજાએ કાકા-કાકીને જે રીતે માર્યાં તે જાણીને હૈયું ફાટી જશે. ભત્રીજાએ બાઈક પર જઈ રહેલા કાકા-કાકીને પહેલા ટક્કર મારીને પાડી દીધાં ત્યાર બાદ તેમની પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. ધૂફણિયામાં 65 વર્ષીય ગણેશ રાઘવાણી અને તેમના ભત્રીજા જયદીપ રાઘવણીના પરિવાર વચ્ચે 9 વિઘા જમીનનો વિવાદ ચાલતો હતો. બન્ને પરિવારનું કહેવું હતું કે જમીન તેમની માલિકીની છે અને અવારનવાર આ બાબતે બન્ને પરિવાર વચ્ચે મોટા ઝગડા પણ થતા હતા. પરંતુ મંગળવારે આ મામલાએ ગંભીર રુપ ધારણ કર્યું અને તેનું પરિણામ ડબલ મર્ડરમાં આવ્યું.
મંગળવારે કાકા ગણેશ રાઘવાણી અને પત્ની બાઘાબેન બાઈક પર બેસીને ખેતરે જઈ રહ્યાં હતા. 20 વર્ષના ભત્રીજા જયદીપને આ વાતની ખબર પડતાં તે ટ્રેક્ટર લઈને ગયો હતો. તેના માથે લોહી સવાર હતું આજે તેને ફેંસલો કરી જ નાખવો હતો અને તેને માટેની તે તૈયારી કરીને જ આવ્યો હતો. જયદીપે પહેલા બાઈકને ટ્રેક્ટરની જોરદાર ટક્કર મારીને પાડી દીધા હતા ત્યાર બાદ બન્ને ફરી ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું. આટલેથી ન ધરતાં તેણે વારંવાર પડેલા કાકા-કાકી પર ટ્રેક્ટર ફેરવવાનું ચાલું રાખ્યું હતું. બન્નેને ટ્રેક્ટર નીચે કચડીને ભત્રીજો ચાલ્યો ગયો હતો