ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (13:08 IST)

અમદાવાદની એક જ પરિવારની બે દીકરીઓને સાસરીયાઓએ દહેજ માંગી ત્રાસ આપ્યો, એકનો આપઘાત

harassment
અમદાવાદના એક પરિવારની બે દીકરીઓના સુરતના બે ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને ખુશ રહશે તેવું સમજીને માતા પિતાએ તેમને તમામ જરૂરી વસ્તુઓ આપી હતી. પરંતુ એક નહીં બે બે દીકરી સતત માનસિક ત્રાસમાં રહેતી હતી. જેમાં મોટી બહેને આપઘાત કર્યો હતો અને નાની બહેન સાથે પણ અમાનુષી વર્તન થતું હતું. આખરે નાની બહેને મોટી બહેન સાથે અને પોતાની સાથે થયેલી યાતનાઓ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના નિકોલમાં રહેતી 25 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના અને તેની મોટી બહેનના લગ્ન 2020માં સમાજના રીતિરીવાજ મુજબ સુરતના બે સગાભાઈઓ સાથે થયા હતા. લગ્ન સમયે તેના માતા પિતાએ છ તોલાના સોનાના દાગીના તથા ઘરવખતીનો સામાન આપ્યો હતો. જોકે, નાની નાની વાતમાં બોલાચાલી કરી તેને મેણાટોણા મારવાનું શરૂ કર્યું હતું. યુવતીના પતિને ખોટી રીતે ચડામણી કરતા પતિ તેની સાથે ઝઘડો કરતો હતો.યુવતીએ પિયરમાં આવત કરતા બંને બહેનો પિયરમાં આવી ગઈ હતી. જોકે, થોડાસમય બાદ વડીલોએ સમજાવતા બંને બહેનો ફરી સાસરીયે ગઈ હતી. સાસરીમાં આવ્યા બાદ યુવતીને તેની સાસુ કહેતા કે, તારા પિતાએ કરીયાવરમાં કંઈ આપ્યું નથી અને આપણો પરિવાર મોટો છે. જેથી આપણે ક્યાંય ફરવા જવુ હોય તો તકલીફ ન પડે તે માટે તું તારા પિતા પાસેથી કાર લઈ આવ. જેથી યુવતી સંસાર ન બગડે તે માટે સહન કરતી રહી હતી. બીજી બાજુ તેની મોટી બહેનને પણ આ રીતે સાસરીયા હેરાન કરતા હતા. જેથી કંટાળી મોટી બહેને ગત ફેબ્રુઆરી માસમાં સુરતમાં આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવાઈ છે. દરમિયાન મોટી બહેનનો મૃતદેહ લઇને અમદાવાદ આવ્યા ત્યારે યુવતી પણ પિયરમાં આવી ગઈ હતી. ત્યારબાદ છ મહિનાથી યુવતી પિયરમાં છે. તેને સાસરીયા પર વિશ્વાસ આવતો નહોઈ હવે સુરત રહેવા માંગતી નથી. તેણે પતિને અલગ રહેવા માટે કહેતા તેનો પતિ અમદાવાદ આવ્યો નહતો. જેથી મહિલાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.