ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (09:43 IST)

ગુજરાતના આ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ, મંદિર બહાર લાગ્યા 'No Entry'ના બોર્ડ

મંદિર બહાર લાગ્યા 'No Entry'ના બોર્ડ- શિવનો પ્રિય શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના કેટલાક શિવ મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 
 
ગુજરાતના કેટલાક શિવાલયોમાં ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શિવ મંદિરોની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરવો નહીં. સોમનાથ, નવસારી અને બીલીમોરા મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો છે .  અમદાવાદના બિલેશ્વર મંદિરમાં પણ ટૂંકા વસ્ત્ર પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
 
સોમનાથ મહાદેવ મંદિર સંકુલમાં દર્શન માટે આવતા દરેક ભાઈઓ-બહેનોને વિનંતી કરવામાં આવે છે કે ટૂંકા વસ્ત્રો જેવા કે બરમૂડા, હાફપેન્ટ, સ્કટ અને સ્લીવલેશ જેવા ટુંકા કપડા/વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં દાખલ થવું નહીં. સહકારની અપેક્ષા.'
 
થોડા દિવસ અગાઉ જ દ્વારકા જગત મંદિરમાં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો.