શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2023 (12:27 IST)

Rajasthan: 60 વર્ષના સસરા સાથે ભાગી ગઈ 21 વર્ષની વહુ, પતિ બોલ્યો - બદલાઈ ગઈ એવુ તો લાગતુ હતુ..

Kota News: રાજસ્થાનના બૂંદી જીલ્લામાં એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. એવો મામલો જેણે સંબંધોને શરમાવી દીધા છે.  અનેક પરિવારોનુ મોઢુ કાળુ કરી નાખ્યુ છે.  એક 60 વર્ષના વૃદ્ધ પોતાની જ 21 વર્ષની વહુને લઈને ભાગી ગયા.  આ વાત જેણે પણ સાંભળી તે કહેવા લાગ્યુ કે આ શુ થઈ રહ્યુ છે.. ખરેખર કળયુગ આવી ગયો છે.   આ મામલાને લઈને પતિએ પોતાની પત્ની અને પિતા વિરુદ્ધ સદર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવી છે. 
 
મારા જ પિતા મારી પત્નીને લઈ જશે એવુ ક્યારેય વિચાર્યુ નહોતુ 
 
હ વે પુત્રએ જ પોતાના પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યુ કે પત્નીને તેના જ પિતા ભગાડીને લઈ ગયા. પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પણ અત્યાર સુધી બંને ક્યા છે તેની કોઈ ભાળ મળી નથી. આ મામલો વેલેંટાઈન ડે નો બતાવાય રહ્યો છે.  
 
પતિએ કહ્યુ કે હુ મારી પત્નેની કોઈ રીતે હેરાન કરતો નહોતો . તેની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરતો હતો. તે ખુશ રહે એ માટે મજૂરી પર જતો હતો પણ મારા પિતા અને પત્ની વચ્ચે શુ ચાલી રહ્યુ હતુ તેની જાણ ન થઈ શકી. પત્ની પણ થોડા દિવસોથી બદલાયેલી લાગતી હતી. પણ શુ ખબર હતી કે બંને ભાગી જશે. એટલુ જ નહી બંને પાસે મારી બાળકી પણ છે. 
 
હુ પત્નીને કહેતો હતો કે મારા પિતા સારા નથી તેમનાથી દૂર રહેજે 
 
યુવકે રિપોર્ટ નોંધાવી દીધી, પણ ત્યારબાદ પણ તે પત્નીને રાખવા માટે તૈયાર છે. યુવકે જણાવ્યુ કે તેને ખબર હતી કે તેના પિતાની ખરાબ ટેવ છે. તે પત્નીને પણ કહેતો હતો કે તેમનાથી દૂર રહેજે. પિતા અમને ડરાવી ધમકાવીને રાખતા હતા. પણ આટલી મોટી વાત થઈ જશે એ વિચાર્યુ નહોતુ. 
 
પોલીસ અધિકારી અરવિંદ ભારદ્વાજે જણાવ્યુ કે એ યુવકે પોતાના પિતા અને પત્નીની રિપોર્ટ નોંધાવી છે. જેમા તેનુ કહેવુ છે કે તે ભાગી ગઈ. અમે લાપતાની રિપોર્ટ નોંધાવી છે અને તપાસ કરી રહ્યા છે. આ લોકો ભાગ્યા છે કે ક્યાક જતા રહ્યા છે એ તપાસનો વિષય છે.