શુક્રવાર, 1 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 24 જુલાઈ 2022 (11:50 IST)

પિતાએ પુત્રની હત્યા કરી લાશના ટુકડા અલગ અલગ વિસ્તારમાં ફેંક્યા

અમદાવાદ શહેરના ચકચારી હત્યા કેસમાં રાજસ્થાનથી પકડાયો આરોપી, દારુ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ જ કરી હતી પુત્રની જ હત્યા, હત્યા બાદ મૃતકના અંગો અલગ અલગ જગ્યાએ ફેંક્યા.
 
વાસણા વિસ્તારમાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું. હજી પોલીસે તે વિશે તપાસ શરૂ કરે તે પહેલા જ ગણતરીના કલાકોમાં લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળ્યા હતા
 
યુવકના દારૂ પીવા બાબતે ઝઘડો થતા પિતાએ જ પુત્રની હત્યા કરી હતી, અને બાદમાં તેના શરીરના અંગે કાપીને શહેરના અલગ અલગ વિસ્તારોમા ફેંકી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે હત્યારા પિતાની રાજસ્થાનથી ધરપકડ કરી છે.