ગાંભોઈમાં જીવતી દીકરીને જમીનમાં દાટનાર માતા પિતા પોલીસની પકડમા આવી ગયા

Last Modified શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (15:58 IST)
હિંમતનગર તાલુકાના ગાંભોઇમાં જીવતી નવજાત બાળકીને જમીનમાં દાટી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં ગાંભોઈમાં ખેતરમાં ખેત મજૂરો કામ કરીરહ્યા હતા, તે દરમ્યાન ખેત મજૂર મહિલાને માટીમાં કંઈક હલનચલન જોતા ગભરાઈને બૂમા બૂમ કરી મૂકી હતી. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોએ ખોદાણ કરતા જમીનમાંથી નવજાત બાળકી મળી આવતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે તે આ મામલે સાર્થક થયું હોવાનું લોકોમાં ચર્ચા થઈ હતી. બાળકી હેમખેમ અને સુરક્ષિત મળી આવા લોકોએ ચમત્કાર ગણાવ્યો હતો. તાત્કાલિક 18 એમ્બ્યુલન્સ સેવાને કોલ કર્યો હતો. શિશુને 108 મારફત હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ આ મામલે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.આ મામલાને ગંભીરતા લઈને પોલીસે પણ ત્રણ અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, ગણતરીના કલાકોમાં જ પોલીસને સફળતા મળી હતી. ગત રોજ જીવીત દીકરીને જમીનમાં દફન કરનારા માતા-પિતાને પોલીસે ઝડપી લીધા છે, મળતા અહેવાલ પ્રમાણે કડીના નંદાસણમાંથી બાળકીના માતા- પિતાને પોલીસે ઝડપ્યા હતા.


આ પણ વાંચો :