મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 2 જુલાઈ 2022 (09:23 IST)

કોર્ટમાં 3 વર્ષની માસૂમ બાળકીએ આ જ ગુંડા અંકલે મારી સાથે કૃત્ય કર્યું હતું આટલું કહ્યું 'ને કોર્ટે 15 વર્ષની સજા ફટકારી

નર્સરીમાં ભણતી ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કરનારા 55 વર્ષીય આધેડ આરોપીને વીસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વીસનગરની એક સ્કૂલમાં વોચમેનની ફરજ બજાવતો હતો.કોર્ટે બાળકીને રૂ.3 લાખનું વળતર ચૂકવાનો પણ આદેશ કર્યો છે.

વર્ષ 2018માં વીસનગરની એક સ્કૂલની નર્સરીમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસૂમ બાળકીને શાળાનો 55 વર્ષીય વોચમેન અશોક બાબુલાલ ધોબી એક રૂમમાં લઈ ગયો હતો અને બાળકીના ગુપ્ત ભાગે છેડતી કરી હતી. જે અંગે વીસનગર પોલીસ મથકે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ પહેલાં મહેસાણા કોર્ટમાં ચાલતો હતો. ત્યાર બાદ વિસનગરને સ્પેશિયલ પોક્સો કોર્ટ ફાળવાતાં ત્યાં ટ્રાન્સફર થયો હતો.શુક્રવારે આ કેસ ચાલી જતાં સરકારી વકીલ હસુમતીબેન એચ. મોદીની દલીલો આધારે સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.એલ. ઠક્કરે નાની બાળકી સાથે કૃત્ય કરનાર આરોપી અશોક બાબુલાલ ધોબીને 15 વર્ષની ખત કેદની સજા અને રૂ.50 હજારના દંડની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડ્યો છે. કોર્ટે બાળકીને રૂ.3 લાખનું વળતર ચૂકવાનો પણ આદેશ કર્યો છે.છેડતીના આ કેસમાં 20 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. જ્યારે 16 સાહેદોની જુબાની પણ લેવાઈ હતી. પરંતુ સૌથી મહત્વની એવી ત્રણ વર્ષની બાળકીએ કોર્ટમાં આ જ ગુંડા અંકલે મારી સાથે કૃત્ય કર્યું હતુંની આપેલી જુબાનીને આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી છે.