શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : શનિવાર, 1 એપ્રિલ 2023 (17:02 IST)

સોનાની દુકાનમાં ઘૂસીને બે બુકાનીધારીએ દુકાનમાલિકને માથામાં બંદૂકના ઘા માર્યા

crime news
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સતત ગુનાખોરી વધી રહી છે. ગુનેગારોને પોલીસન ડર ના હોય તેમ બેફામ બનીને ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે નરોડા ફ્રુટ માર્કેટ સામે ધોળા દિવસે સોનીની દુકાનમાં ઘૂસીને લૂંટ કરવાનો પ્રયત્ન કરાયો હતો. લૂંટારુંઓ બેગ લઈને જતા હતા, ત્યારે સોનીએ રોકતા સોનીનાં માથામાં બંદૂકના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

આ મામલે શહેર કોટડા પોલીસે સ્થળ પર પહોંચીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.શહેરના અસારવા વિસ્તારમાં રહેતા સંજય સોનીની નરોડા ફ્રુટ માર્કેટ પાસે પેટ્રોલ પંપની પાસે શિવ કૃપા જવેલર્સ નામની દુકાન છે. સંજયભાઈ સવારે 9:30 વાગવા મિત્રને મળીને પોતાની દુકાને ગયા હતા. રોજની જેમ દુકાન પહોંચીને પૂજા કરી માલ ગોઠવી રહ્યા હતા. આ દરમિયાનમાં દુકાનમાં 9:56 વાગ્યે અજાણ્યા બે શખસ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જેમના હાથમાં બંદૂક પણ હતી.બંદૂક બતાવીને એક શખસે લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં સંજયભાઈએ બંદૂક સાથે આવેલ શખસોનો સામનો કર્યો તો બંને શખસોએ સંજયભાઈને બંદૂક વડે મારવાનું ચાલુ કર્યું હતું. માથાના ભાગે બંદૂકના પાછળના ભગથી માર મારી અને ઇજા પહોંચાડીને બંને આરોપીએ દુકાનની બેગ લઈને ભાગવા પ્રયત્ન કર્યો હતો. જોકે ઇજાગ્રસ્ત હાલતમાં સંજયભાઈએ બંને શખસોનો સામનો કરતા બેગ છોડી દીધી હતી. જે બાદ આસપાસના લોકો પણ ભેગા થઈ હતા. જેથી બંને શખસો દુકાન બહાર નીકળીને બાઇક લઈને નાસી ગયા હતા.આ અંગે પોલીસને જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત સંજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધવા પણ પોલીસે તજવીજ હાથ ધરી છે.