બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (21:38 IST)

રાજકોટમાં પત્નીએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી ગુપ્તાંગમાં ભર્યું મરચું

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં ત્રિકોણિય પ્રેમ અને એકતરફી પ્રેમની ઘટનાઓ સામે આવી રહી છે. આ પ્રકારની ઘટનાઓ માટે ક્યાંક ને ક્યાંક મહદઅંશે ફિલ્મો અને વેબ સિરિઝ પણ જવાબદાર છે. આજનું યુવાધન વેબ સિરિઝ તરફ વળ્યું છે અને આ પ્રકારનું કન્ટેન જોઇ તેમના માનસ ઉપર મહદઅંશે અસર વર્તાઇ રહી છે. સુરતની ગ્રીષ્માના કેસની શાહી સુકાઇ નથી ત્યાં તો રાજકોટમાંથી વધુ પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. 
 
મળતી માહિતી મુજબ રાજકોટના પારેવડી ચોક ખાતે મોહસીન અને તેની પ્રેમિકા સાઇકલની ખરીદી કરવા માટે સાઇકલ સ્ટોર્સ પર આવ્યા હતા. મોહસીન અને તેની પ્રેમિકા જે જગ્યાએ સાઇકલ સ્ટોર્સ પર ખરીદી કરી રહ્યા હતા ત્યારે અચાનક મોહસીનની પત્ની પણ ત્યાં આવી ચઢી હતી. જેથી યુવકના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. તો આ તરફ તેની પત્ની ગુસ્સેથી લાલઘૂમ થઇ જતાં યુવકની પ્રેમિકાને દરગાહમાં લઇ જઇ ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ એક વ્યક્તિને સંપર્ક કરી બોલાવી લીધો હતો. 
 
ઢોર માર મારી તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. ત્યારબાદ તેને રઝળતી હાલતમાં મૂકી ત્યાંથી મોહસીનની પત્ની અને તેના બે સાથીદારો નાસી ગયા હતા. ગંભીર હાલતમાં યુવતીને જોતા જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરતા તાત્કાલિક 108ની ટીમ પીડિત યુવતીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ અંગેની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ દોડી આવી છે અને પૂછપરછ હાથ ધરી છે. 
 
પોતાની પત્નીને જોતા જ મોહસીનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ પત્નીને ગુસ્સો આવી જતા તેને પોતાના પતિની પ્રેમિકાને દરગાહમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. ઢોર માર માર્યા બાદ તેણે પોતાના સંપર્કમાં રહેલી એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો.