ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (11:12 IST)

અમદાવાદમાં યુવતી સાથે રંગરેલીયા મનાવતા પતિને પત્નીએ રંગે હાથ ઝડપ્યો, પતિએ પત્નીને લાફો મારતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો

અમદાવાદમાં નાની નાની બાબતોમાં પતિ પત્ની વચ્ચે થતાં ઝગડાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી જતાં હોય છે. પરંતુ કેટલાક આડા સંબોધોના કિસ્સાઓ ઘરસંસારને બરબાદ કરનારા સાબિત થતા હોય છે. અમદાવાદમાં ભાણી સાથે કોફી પીવા માટે નીકળેલી મહિલાએ તેના પતિને કારમાં અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતાં રંગે હાથે ઝડપી લીધો હતો. પત્નીએ પતિને અજાણી સ્ત્રી વિશે પૂછતાં જ પતિએ પત્નીને જાહેરમાં લાફો મારી દીધો હતો. ત્યાર બાદ પત્નીને પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શાહ આલમમાં રહેતી પરીણિતાએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે લો ગાર્ડન પાસે કારમાં જોયો હતો. પતિએ પત્નીને જોઈને કાર ઉભી રાખી અને કહ્યું હતું કે તું ઘરે જા પછી વાત કરીશું. ત્યારે પરીણિતાએ તેના પતિને કહ્યું હતું કે કારમાં બેઠેલી યુવતી કોણ છે. આ સવાલ કરતાં જ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં લાફો મારી દીધો હતો.  શાહઆલમમાં રહેતી 35 વર્ષીય પરિણીતાનાં લગ્ન આજથી પાંચ વર્ષ પહેલાં સમાજના રીત રિવાજ મુજબ થયાં છે. જોકે હાલમાં પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પરિણીતા પિયરમાં રહે છે. બે દિવસ પહેલાં રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ પરિણીતા અને તેની ભાણી નવરંગપુરા એચ એલ કોલેજ ખાતે કોફી પીવા માટે ગયાં હતાં.ત્યારે અચાનક તેની નજર પતિની કાર પર પડી હતી. જે કાર પંજાબ નેશનલ બેન્કની બાજુમાં રોડ સાઈડ પાર્ક કરેલી હતી. પરિણીતા અને તેની ભાણી તેમનાં સ્કૂટરને સાઈડ પર કરીને પતિની કારમાં કોણ છે તે જોવા માટે ગયાં હતાં. આ દરમિયાન પતિ તેની પત્નીને જોઈ જતાં કારમાંથી નીચે ઊતરીને કહ્યું કે 'તું ઘરે જા પછી વાત કરીશું' તેમ છતાં પરિણીતા કારમાં જોવા જતાં અંદર એક સ્ત્રી બેઠી હતી. પરિણીતાએ પતિને પૂછ્યું કે આ સ્ત્રી કોણ છે? આમ કહેતાં પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.પરિણીતાને જાહેરમાં ગાળો બોલીને લાફો મારીને ઝપાઝપી કરી હતી. જોકે ઝઘડો વધે નહીં તે માટે પરિણીતાએ 100 નંબર પર ફોન કરતી હતી. ત્યારે તેના પતિએ ફોન ઝૂંટવીને કારમાં પરિણીતાને બેસાડીને વસ્ત્રાપુર લઇ ગયો હતો. મોડી રાતે પરિણીતાને તેના ઘરે મૂકી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.