શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: રવિવાર, 4 નવેમ્બર 2018 (15:18 IST)

ધનતેરસના દિવસે કરશો આ વસ્તુઓનુ દાન થશે ધનલાભ

દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે પણ આ દિવસે વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદવામાં આવે છે. પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કયુ દાન તમને પછી અનેકગણો ફાયદો  અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. 
 
1. અન્નનું દાન - જો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉ, ચોખાનુ દાન કરવુ ઉત્તમ રહે છે.  આ સાથે જ પાણીનુ દાન કરવુ પણ શુભ રહે છે.  આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દાન એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર છે. 
 
2. પીળા વસ્ત્રનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નવા પીળા વસ્ત્ર દાન કરી શકો છો. ધનતેરસના દિવસે વસ્ત્રનુ દાન મહાદાન કહેવાય છે. 
 
3. નારિયળ અને મીઠાઈનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નારિયળ અને મીઠાઈનુ દાન કરવુ જોઈએ. આવુ કરવાથી તમને પૈસાની ક્યારેય તંગીનો સામનો કરવો પડશે નહી. 
 
4. લોખંડનુ દાન - ધનતેરસના દિવસે લોખંડનુ દાન કરવાથી તમને દુર્ભાગ્ય ચાલે જ્યા છે.  તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 
 
5. સુહાગનો સામાન - જે કુંવારી કન્યાઓના લગ્ન નથી થઈ રહ્યા તેમને જલ્દી લગ્ન માટે સૌભાગ્યનું  સામાન દાન કરવુ જોઈએ.   તેનાથી જલ્દી લગ્ન થઈ જાય છે.