ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated : શુક્રવાર, 14 ઑક્ટોબર 2022 (13:07 IST)

Dhanteras 2022- ઘરમાં સમૃદ્ધિ મેળવા ઘનતેરસ પર કરો આ વસ્તુઓની ખરીદી, થશે મા લક્ષ્મીની કૃપા

Dhanteras - દીપના તહેવાર શરૂ થવામાં માત્ર થોડા જ દિવસ બાકી છે. તેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરને ઉજવાશે. આ દિવસે ખરીદી કરવી ખૂબ શુભ ગણાય છે. તેથી આ દિવસે કેટલીક વસ્તુ એવી છે જેન ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ દિવસે કેટલીક વસ્તુઓ એવી છે, જેના દ્વારા ખરીદી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
ધનતેરસના દિવસે શું ખરીદવું?
1.  લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ ખરીદો અને દીપાવલીના દિવસે તેમની પૂજા કરો. 
2. જો તમે પણ ધનતેરસના દિવસે નવી કાર લેવા માંગો છો, તો તમે તે કરી શકો છો પરંતુ તેના માટે અગાઉથી પૈસા ચુકવી દેજો. 
3. દિવાળીના દિવસે શ્રીયંત્ર ખરીદવુ શુભ ગણાય છે. આ યંત્ર મા લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે. તેથી જે ઘરમાં તેની પૂજા થાય છે, ત્યાં માતા લક્ષ્મીની કૃપા વરસે છે. તેથી 
 
ધનતેરસના દિવસે શ્રીયંત્રની ખરીદી જરૂર કરવી. 
4. સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ છે. આ દિવસે રત્ન ખરીદવાથી પણ લાભ થાય છે
5. મા લક્ષ્મીને ઝાડુ ખૂબ જ પ્રિય છે. તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જ જોઈએ. આ દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
6. આ દિવસે પ્રોપર્ટી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે
7. આ દિવસે દક્ષિણાવર્તી શંખ, કમળકાકડી, ધાર્મિક સાહિત્ય અને રૂદ્રાક્ષની માળા ખરીદવી શુભ માનવામાં આવે છે.
8. ધનતેરસના દિવસે મીઠું ખરીદીને લાવવાથી ઘરમાં ધન અને શાંતિ આવે છે.
9. સ્ટીલ અને પિત્તળના વાસણો ખરીદી શકો છો. 
10. જો તમે આ દિવસે કપડાં ખરીદો તો સફેદ કે લાલ કપડાંને પ્રાધાન્ય આપો.